અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે અનુભવાઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. અલબત્ત શનિવારની સરખામણીમાં રવિવારના દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. આજે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અહીં પારો ૧૬.૨ ડિગ્રી રહ્યો હતો. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું. દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે.
આમ છેલ્લા કેટલાક સમયથી રાજ્યની પ્રજાને ગરમીમાંથી છૂટકારો મળી ગયો છે. રાજયમાં ઠંડીનો ચમકારો શરૂ થતાં જ ગાંધીનગર ૧૪.૬ ડિગ્રી સાથે પારો ગગડતાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જો કે હાલમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકો ખુશનુમા વાતાવરણનો લ્હાવો માણવા મળી રહ્યો છે. જો કે હાલમાં દિવાળીનું વેકેશન હોય લોકો રાજ્યભર સહિત બહાર પણ પર્યટકો ફરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું હતું. જ્યાં દિવસનું તાપમાન ૩૩ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન ૧૪.૬ ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે.
ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જાકે આગામી બે દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમત તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. શાકભાજી વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. દિવાળી પર્વ પર ટાઈમ ટેબલ ખોરવાઈ ગયા બાદ હવે ફરીવાર લોકો સાવધાન બન્યા છે.