* સૂરપત્રીઃ રાગ કાફી *
આ સપ્તાહનો રાગ છે…રાગ કાફી..
મિત્રો, અગાઉના એક આર્ટિકલ માં એ વાતનો ઉલ્લેખ કરેલો કે, ભારતીય સંગીતમાં જે રાગોનું સર્જન થયું છે એ રાગ પોતાની એક આગવી પ્રકૃતિ ધરાવે છે. કોઈવાર એવું બની શકે અમુક ગીતો મિશ્ર રાગ થકી સર્જાયા હોય અને પરસ્પર સાંભળતા સરખા જ લાગે.
કાફી રાગ એ આપણી સંસ્કૃતિમાં જેટલા રસ નો ઉલ્લેખ છે, એમાં શૃંગારસતકને પ્રાધાન્ય આપતો રાગ છે. આપણા તહેવારોમાં જેમ હોળીનું એક આગવુ મહત્વ છે, એમાં પણ એ ગીતોના સર્જનમાં કાફી રાગ બેઇઝડ ઘણી રચનાઓ સર્જાય છે. આ રાગ શૃંગાર વાટે એક પ્રેમીને પોતાની પ્રેમિકાની સમીપ લઈ જતો રાગ પણ કહી શકાય.
અમૂલ્ય કૃતિઓનું સર્જન પણ કઇંક આવી સ્નેહસભર સંવેદનાઓ જન્મે પછી જ થતું હોય છે. એમજ જેમ સર્જનનું મહત્વ હોય એમ સર્જક વગરની કૃતિ પણ ના જ હોય. મોનાલીસાનું સર્જન લિયોનાર્દ દ વિન્સી વગર શક્ય નથી. કાલિદાસ વગર મેઘદૂત કે કુમારસંભવ અધૂરું હોય અને સિમ્ફનીનું સર્જન જેમ બીથોવન વગર અશક્ય છે. એવુંજ કઇંક અમુક સર્જન અમુક રાગ બેઇઝડ જ રહે છે.
કાફી રાગ બેઇઝડ ઘણી રચનાઓ બની છે.
ફિલ્મ શરાફતનું ગીત તેરે ભીગે બદન કઈ ખુશ્બુ જે ગાયક મહેંદી હસને ગાયેલું છે. તથા ફિલ્મ ચાહતનું ગીત પ્યાર ભરે દો શર્મિલી તથા, ફિલ્મ સવાલનું ગીત લટ ઉલજી સુલજા રે બાલમ ગીત પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે. તેમજ મારું પ્રિય ગીત જે મારાજ ગમતીલા શાયર નું સર્જન છે. સાહિરની કલમે લખાયેલું અને લતાજી એ ગાયેલું ફિલ્મ આંખેનું ગીત ગૈરો પે કરમ, અપનો પે સિતમ તથા ફિલ્મ દો રાસ્તેનું ગીત બિંદિયા ચમકેગી પણ ઉપરોક્ત રાગ બેઇઝડ કૃતિ છે. તેમજ ફિલ્મ ધૂલ કા ફૂલ નું ફેમસ ગીત કૈસે કહું મન કઈ બાત પણ આ રાગની રચના છે. ફિલ્મ ગોદાનનું ગીત બિરજ મેં હોરી ખેલત નંદલાલ કાફી રાગની ઉત્કૃષ્ટ રચના કહી શકાય.
મિત્રો, આ બધી કૃતિઓ ઉપરાંત સરોદ પર અલી અકબરખાં સાહેબ અને સિતાર પર પંડિત રવિશંકર દ્વારા રાગ ભીમપલાસી અને કાફીના સ્વર સંયોજનથી સર્જન પામેલો રાગ પલાસકાફી એકવાર ચોક્કસ સાંભળવા જેવો ખરો…..
આરોહ:- સા રે ગ (કોમળ) મ પ ધ ની (કોમળ) સા
અવરોહ:- સા ની (કોમળ) ધ પ મ ગ (કોમળ) રે સા
વાદી:- રે. સંવાદી:- પ
થાટ:- કાફી. જાતિ:- સંપૂર્ણ
સમય:- રાત્રીનો દ્વિ પ્રહર
તો ચાલો મિત્રો, રાગ કાફી ની એક મસ્ત મજાની રચના સાંભળીએ….
આર્ટિકલ:- મૌલિક સી. જોશી.
જૂનાગઢ.
Movie/Album: मनोकामना (1980)
Music By: बप्पी लहिरी
Lyrics By: इंदीवर
Performed By: बप्पी लहिरी
प्यार चाहिए मुझे जीने के लिए
तुम्हारा प्यार चाहिए मुझे जीने के लिए
मुझको हर घड़ी दीदार चाहिए
तुम्हारा प्यार चाहिए…
रूप रंग पर मरता आया, सदियों से ये ज़माना
मैं मन की सुंदरता देखूँ, प्यार का मैं दीवाना
तुम्हारा प्यार चाहिए मुझे जीने के लिए
तूफ़ाँ मे बाहों की पतवार चाहिए
तुम्हारा प्यार चाहिए…
मेरे सिवा तुम और किसी को दिल में न आने दोगी
फूलों की तो बात ही क्या है, काँटों पे साथ चलोगी
तुम्हारा प्यार चाहिए मुझे जीने के लिए
दिन रात वफ़ा का इकरार चाहिए
तुम्हारा प्यार चाहिए…