અમદાવાદઃ ઓનલાઈન પર પ્રાદેશિક ભાષાના યુઝર્સનું પ્રમાણ વધવાની સાથે તેની પહોંચ વધારવા માટે ઓનલાઈન મેટ્રીમોની સર્વિસ ગુજરાતીમેટ્રીમોનીએ ગુજરાતીમાં મોબાઈલ એપની પ્રાદેશિક આવૃત્તિ લોન્ચ કરી છે. વર્ષ ૨૦૨૧ સુધીમાં ગુજરાતી ભાષા વાપરતા ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને ૨.૬ કરોડ થઈ જવાની અપેક્ષા સેવાઈ રહી છે.
વર્ષ ૨૦૧૭ના કેપીએમજી-ગૂગલના રીપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતીય ભાષાઓના ઈન્ટરનેટ યુઝરનો બેઝ વિસ્તરીને ૫૩.૬ કરોડ થઈ જવાની સંભાવના છે. ભારતમાં ઈન્ટરનેટ પર સૌથી વધુ વપરાતી હોય તેવી ભાષાઓમાં તેલુગુ, હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ અને કન્નડનો સમાવેશ થાય છે. દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં ઈન્ટરનેટનો પ્રસાર, નીચો ડેટા ખર્ચ અને સ્માર્ટફોનના ભાવમાં થઈ રહેલા ઘટાડાએ ઓનલાઈન પર પ્રાદેશિક ભાષાઓના યુઝર વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ગુજરાતીમાં પ્રાદેશિક એપ લોન્ચ કરતા મેટ્રીમોની.કોમના સ્થાપક અને સીઈઓ મુરુગવેલ જાનકીરામને જણાવ્યું હતું કે, ‘ભારતમાં અંગ્રેજી બોલતું ઓડિયન્સ અંદાજે ૧૭૫ મિલિયન છે જ્યારે પ્રાદેશિક ભાષાના યુઝર્સની સંખ્યા ૨૩૪ મિલિયન છે. વધુમાં વર્ષ ૨૦૨૧ સુધીમાં તે વધીને ૫૩૬ મિલિયનને સ્પર્શી જવાની સંભાવના છે. તેથી અમારા માટે આ એક મોટી તક છે. વપરાશકારોને તેમની પ્રાદેશિક ભાષાનો વિકલ્પ પૂરો પાડતા અમારી નજર વૃદ્ધિના આગામી પ્રવાહ પર છે.’
આ એપનું એક મહત્વનું ફિચર છે યુઝર્સ ઈ-મેલ આઈડી વિના અને માત્ર મોબાઈલ નંબરથી તેની પ્રોફાઈલ રજિસ્ટર કરી શકે છે. પ્રાદેશિક ભાષાની એન્ડ્રોઈડ એપ લાઈટ વર્ઝન ૩ સેકન્ડમાં ૧ એમબીથી પણ ઓછો લોડ આપે છે અને તે બેઝિક એન્ડ્રોઈડ ફોન્સ પર પણ કામ કરે છે. તે ૨જી નેટવર્ક્સ પર પણ મહત્તમ અને અવિરત અનુભવ તથા સ્પીડ આપે છે.
લાઈટ એપ પ્રાદેશિક ભાષાના વપરાશકારની મર્યાદિત ફોન સ્પેસ અને ડેટા પ્લાન્સ તેમજ ઈન્ટરનેટ નેટવર્ક અવરોધોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે. પ્રાદેશિક લાઈટ એપ્સ ઈનબોક્સ, પ્રોફાઈલ્સ અને કોમ્પેક્ટ સાઈઝમાં દૈનિક ભલામણો જેવા ક્લાસિક ફીચર્સ ઓફર કરે છે. લાઈટ એપના યુઝર્સ સંભવિતો સાથે ચેટ કરી શકશે અને પર્સનલાઈઝ્ડ મેસેજીસ પણ મોકલી શકશે.
આ ટ્રેન્ડ પર સવાર ભારતમેટ્રીમોની ગુજરાતી, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલયમ, બંગાળી, કન્નડ અને મરાઠી સહિતની ૮ પ્રાદેશિક ભાષાઓમાં વર્નાક્યુલર લાઈટ એપ ઓફર કરનાર સૌપ્રથમ છે. હવે યુઝર્સ તેમની પ્રોફાઈલ રજિસ્ટર કરતી વખતે તેમની પસંદગીની ભાષા પસંદ કરી શકશે. ભાષાનો વિભાગ તેમને પ્રાદેશિક ભાષામાં નોટીફિકેશન્સ અને અપડેટ્સ મોકલવામાં મદદરૂપ થશે. પ્રાદેશિક સાઈટ્સમાં ગુજરાતીમેટ્રીમોની અને મરાઠીમેટ્રીમોનીમાં મરાઠી જેવા ભાષાના વિકલ્પો પસંદ કરી શકાશે.