રાજકુમાર રાવ અને કંગના રનૌત ક્વીન ફિલ્મ બાદ હવે ફરી એક વાર સાથે કામ કરી રહ્યા છે. જે ફિલ્મનું નામ છે મેન્ટલ હૈ ક્યા. આ ફિલ્મના પોસ્ટરથી લઇને તેની રિલીઝ ડેટ સુધી દરેક વાત ચર્ચામાં રહી હતી. રાજકુમાર રાવ અને કંગનાના કોશ્ચ્યુમે પણ દર્શકોનુ ધ્યાન ખેંચ્યુ હતુ.
એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં કંગના અને રાજકુમાર રાવ એકબીજાને મેન્ટલ કહી રહ્યા છે. મેન્ટલ મેન્ટલ કહીને એક બીજા સાથે ઝઘડી રહ્યાં છે. આખો વિડીયો જોયા બાદ ખબર પડે છે કે આ બંને તો તેમની આગામી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું પ્રમોશન કરી રહ્યાં છે. સાથે જ દર્શકોને ફિલ્મની રિલીઝ ડેટ પણ કહી રહ્યા છે.
રાજ કુમાર રાવ અને કંગના રનૌતની આ ફિલ્મ મેન્ટલ હૈ ક્યા ફેબ્રુઆરી 2019માં રિલીઝ થવાની છે. ફિલ્મ કોમેડી હોય તેવુ લાગી રહ્યું છે. અત્યારથી ફિલ્મની રિલીઝ ડેટ કહીને દર્શકોને આતુર કરી દીધા છે. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે ફિલ્મ કેવી છે.