મહિલા ટી-20માં છેલ્લા 12 દિવસથી એટલા રન બની રહ્યાં છે, જાણે રનનો વરસાદ થઇ રહ્યો હોય. સાથે જ એટલા રન બન્યા છે કે એક પછી એક રેકોર્ડ ટૂટી રહ્યાં છે. બુધવારે ઇંગ્લેંડની મહિલા ટીમે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે એટલો મોટો સ્કોર ઉભો કરી દીધો હતો કે, તેને તોડવો થોડો મુશ્કેલ જણાઇ રહ્યો હતો.
આ સ્કોર બનાવ્યાના 5 કલાક પહેલા જ આ જ મેદાન પર ન્યૂઝીલેંડે સાઉથ આફ્રિકા વિરુદ્ધ જે સ્કોર બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો જે થોડા કલાકો માટે જ કાયમ રહી શક્યો હતો. ન્યૂઝીલેંડે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 216 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ એક જ દિવસમાં એક જ ટીમની સામે તૂટ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે 250 રનનો સ્કોર કર્યો હતો. આ સ્કોર મહિલા ટી-20માં સૌથી વધારે રનનો સ્કોર છે.
ઇંગલેન્ડે સાઉથ આફ્રિકા સામે 121 રનથી જીત મેળવી હતી. હાલમાં ચાલી રહેલી ક્રિકેટ મેચમાં એક પછી એક રેકોર્ડ તૂટી રહ્યાં છે. ત્યારે વધુ એક રેકોર્ડ તોડીને ઇંગલેન્ડે સાઉથ આફ્રિકા સામે જીત મેળવી છે.