દાંતી મહારાજ બળાત્કાર કેસમાં આશ્રમમાં બળાત્કારના આરોપી દાંતી મહારાજ ગઈકાલે દિલ્હી ખાતે આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ પૂછપરછનો સિલસિલો લગભગ 7 કલાક ચાલ્યો હતો.
મહિલાએ ગયા રવિવારે સાઉથ દિલ્હી માં ફરિયાદ દાખલ કરી હતી તેને ધ્યાન માં લેતા કાર્યવાહી અંતર્ગત આ પગલાં ભરવામાં આવ્યા હતા. સિલસિલામાં દાંતી મહારાજ સિવાય બે અન્ય સેવકો ઉપર પણ પીડિત મહિલાએ બળાત્કારનો આરોપ મુક્યો છે તેઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
પોલીસને આપેલી માહિતી મુજબ આ ફરિયાદ દિલ્હી અને રાજસ્થાનના બાલ-ગ્રામ સ્થિત “ગુરુકુળ આશ્વાસન” નામક આશ્રમ માટે લગભગ બે વર્ષ પેહલા થયેલા દુષ્કર્મ માટે લખવામાં આવી હતી. આ ફરિયાદ મળતાજ પોલીસ દ્વારા દાંતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું જેના અંતર્ગત તેઓ દેશની બહાર જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.