શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો છટ્ઠો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની છઠ્ઠી મહાવિદ્યા – ધૂમાવતી દેવી વિશે. ભગવતી અંબિકાનું આ વિધવા સ્વરૂપ મનાય છે. દેવીનું આ શોકગ્રસ્ત સ્વરૂપ સાધકો માટે ફળદાયી પરંતુ સાધના માટે સૌથી કઠિન કહેવાય છે.
દેવી ધૂમાવતી
મા ધૂમાવતીના એક હાથમાં સૂપડું છે અને બીજો હાથ વરદમુદ્રામાં છે. દેવીએ સફેદ સાડી પહેરેલી છે અને તેમના વાળ ખુલ્લા છે. સ્વરૂપ આધેડ વયનું છે અને દાંત તથા સ્મિત વિકરાળ છે. દેવીનું નિવાસસ્થાન સ્મશાન છે. વાહન તરીકે એક રથ છે જેને કાગડાઓ દ્વારા ખેંચવામાં આવી રહ્યો છે.
પ્રાગટ્ય
શક્તિસમાગમ-તંત્રની એક દંતકથા વર્ણવે છે કે સતીના દક્ષના યજ્ઞમાં કૂદીને આત્મહત્યા કરે છે અને ત્યારબાદ દેવી સતીના બળેલા શરીરના ઉદાસી ધૂમ્રપાનથી એક કાળો ચહેરો પ્રગટ થાય છે, જે ધૂમાવતી દેવી હોવાનું કહેવાય છે. તે “સતીના મૃત શરીરની બાકી રહેલી બધી ઊર્જાનું સામૂહિક સ્વરૂપ” છે જે તેમનો ક્રોધિત અને અપમાનિત થયેલો અવતાર છે. પ્રાણતોસિની-તંત્ર ધૂમવતીને વિધવા સ્વરૂપમાં દર્શાવે છે. વાયકા પ્રમાણે એકવાર દેવી સતીએ મહાદેવને ભોજન આપવા કહ્યું પરંતુ જ્યારે શિવ લાંબા સમય સુધી પણ ભોજનની વ્યવસ્થા નથી કરી શક્તા ત્યારે દેવી તેમની ભારે ભૂખ સંતોષવા માટે મહાદેવને જ ગળી જાય છે. સંસારના કલ્યાણ માટે શિવજી સતીને પોતાને બહાર ઓકી કાઢવા વિનંતી કરે છે અને પોતાની ભૂખ સંતોષાતા તેઓ શિવજીને બહાર કાઢે છે. પરંતુ ત્યારબાદ શિવ સતીને જગત્માતા બોવા છતા પોતાની ભૂખ પર સંયમ રાખી ન શકતા હોવાના લીધે તેણીને નકારી કાઢે છે અને વિધવાના સ્વરૂપમાં ભટકવાનો શ્રાપ આપે છે. એક અન્ય મૌખિક દંતકથા જણાવે છે કે શુંભ અને નિશુંભના દાનવો સામે યુદ્ધમાં ધૂમવતી યોદ્ધા દેવી દુર્ગા દ્વારા બનાવવામાં આવી હતી. ધુમવતીનો શાબ્દિક અર્થ “તેણી જે ધુમ્રપાનમાં રહે છે” – એવો થાય છે. ઝેરી ધુમાડાનો ઉપયોગ કરીને ભૂત-પલિત-વ્યંતર-ડાકણ-શાકણ-પિશાચ-જંબુક-જંદ-અસુર-આત્મા-પ્રેતાત્માને હરાવવાની તેમની ક્ષમતાને લીધે તેમને ધૂમાવતી દેવી કહેવામાં આવે છે.
દૈવી સ્થાનક
હાલમાં વારાણસી ખાતે એક મંદિરમાં દેવી ધૂમાવતીની પૂજા થાય છે જ્યા તેમનું સ્વરૂપ કલ્યાણકારી જણાય છે. એકાવન શક્તિપીઠો પૈકીના એક સ્થાનક હોવાને લીધે વર્ષની ચાર નવરાત્રિ દરમ્યાન અહીં ખૂબ ભીદ રહે છે. તંત્રશાસ્ત્રમાં મહત્વ હોવાને લીધે મહા અને અષાઢ માસની નવરાત્રિ દરમ્યાન અહીં સાધકો વિશાળ સંખ્યામાં દર્શને આવે છે.