ગણેશજીને પ્રસન્ન કરવા બનાવો કોકોનેટ મોદક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભગવાન ગણેશજીનાં મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે

ગણેશજીને મોદક અતિ પ્રિય હોય છે તે તમે જાણતા જ હશો તો મોદકની તમને સરળ રેસિપી આપીએ છીએ જે બનાવી આપ આપના ગણેશજીને પ્રસન્ન કરી શકો છો .આ વખતે ગણેશજીને પ્રસન્ન કરવા બનાવો આ સરળ મોદક. આ પ્રસાદથી ગણેશજી પ્રસન્ન થશે.

૨ કપ નારિયેળનો બૂરો
૧  કપ મિલ્ક મેડ
પા કપ કેસરવાળું દૂધ

રીત 

એક બાઉલમાં નારિયેળનો બૂરો, કેસરવાળું દૂધ અને મિલ્કમેડ મિક્સ કરો અને તેનો એક સોફ્ટ લોટ જેવું બનાવો. હવે તમે મોદક મોલ્ડ લો અને તેને ઘીથી થોડું ગ્રીસ કરી લો અને તેમાં બનાવેલો તૈયાર સોફ્ટ નારિયેળનું મિશ્રણ ભરો. ધીમેથી મોલ્ડને અનમોલ્ડ કરો. તૈયાર છે તમારા મોદક. તેની પર તમે કેસરના તાંતણા લગાવીને ગાર્નિશ કરી શકો છો. તો ધરાવો ગણેશજીને આ મોદકનો પ્રસાદ.

Share This Article