બોલિવુડમાં કરન જોહર એ કંઇ અજાણ્યુ નામ નથી. કરન જોહરને લોકો ‘ગે’ તરીકે ઓળખે છે. જ્યારે કરન જોહરની લગ્ન કરવાની ઉંમર હતી ત્યારે તે લગ્ન કેમ નથી કરતો તેને લઇને ચર્ચા થવા લાગી હતી. કરન જોહર ગે છે તેવી અફવાએ પણ જોર પકડ્યું હતું.
બોલિવુડમાં કરન જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દોસ્તી કોઇનાથી છુપી નથી. બંને એકબીજા સાથે રીલેશનશીપમાં છે તેવા સમાચાર મળતા જ રહે છે. થોડા સમય પહેલા બંનેએ સ્પષ્ટ કર્યુ હતુ કે, તેઓ કપલ નથી. હવે ફરી એક વાર બંને કપલ હોવાની વાતે જોર પકડ્યું છે.
કરન જોહરના બર્થ ડે પર મનીષ મલ્હોત્રાએ બંનેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકીને કરનને બર્થ ડે વિશ કરી હતી. તેમાં કોઇએ કમેન્ટ કરી હતી કે બંને ક્યુટ કપલ લાગી રહ્યા છે. તે કમેન્ટને મનીષ મલ્હોત્રાએ લાઇક કરી હતી.
આ વાત પર મનીષ મલ્હોત્રાએ ચુપ્પી તોડતા જણાવ્યુ હતું કે, કરન અને તેની વચ્ચે એવુ કાંઇ જ નથી. કરન તો તેના ભાઇ જેવો છે. બંને ગે કપલ હોવાની ચર્ચાને મનીષે બકવાસ ઠરાવી હતી.
મનીષે ક્યુટેસ્ટ કપલ વાળી કમેન્ટને લાઇક કરી તે મુદ્દાને લઇને ઘણી ચર્ચા થઇ હતી. મનીષના સ્ટેટમેન્ટ પછી કરન અને તેના ગે કપલ હોવાની અફવા પર હવે પૂર્ણવિરામ લાગી શકે છે.