નૂતન વર્ષમાં વિશ્વમાંથી સંઘર્ષ અને યુદ્ધો દૂર થાય તેવી મોરારીબાપુની પ્રાર્થના

Kamlesh
1 Min Read

દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે મોરારીબાપુએ વિશ્વશાંતિનો સંદેશ આપ્યો

દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે ચિત્રકૂટધામ તલગાજરડાથી મોરારીબાપુએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે નવા વર્ષમાં સમગ્ર વિશ્વમાંથી સંઘર્ષ અને યુદ્ધોનો અંત આવે અને પરસ્પર સંવાદ તથા સ્વીકારનું વાતાવરણ સર્જાય.

મોરારીબાપુએ જણાવ્યું હતું કે અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અસત્યમાંથી સત્ય તરફ આગળ વધવું એ જ ભારતીય સંસ્કૃતિનો મૂળ સંદેશ છે. તેમણે પ્રેમ, કરુણા, સત્ય, સમર્પણ અને વિવેકને જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી.

મોરારીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના સંદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજના સમયમાં યુદ્ધના નિર્ણયને બદલે બુદ્ધ બનવાનો નિર્ણય કરવાની જરૂર છે. તેમણે વિશ્વમાં શાંતિ, ભાઈચારો અને એકબીજાના સ્વીકારની ભાવના વધે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

અંતમાં મોરારીબાપુએ તમામ દર્શકો, શ્રોતાઓ અને વાચકોને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Share This Article