લવ જેહાદ : યુસુફ બન્યો કમલસિંહ પછી ફસાવી હિન્દુ યુવતી, શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી, વિધર્મીની પત્નીએ કરાવ્યો ગર્ભપાત

Rudra
By Rudra 2 Min Read

સુરત : યુવતીનું ગેરકાયદેસર રીતે ગર્ભપાત પણ કરાવી દીધુ સુરતમાં લવ જેહાદનો અનોખો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક વિધર્મી યુવકે હિંદુની યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે. આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી, કુંવારી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની વાત પણ આરોપીએ કબૂલી છે જેને લઈ પોલીસ પણ ચૌંકી ઉઠી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ વિધર્મીની પત્ની જાણતી હતી અને તેને ખબર હતી કે તેના પતિએ આવી રીતે કોઈ હિંદુ યુવતીને ફસાઈ છે જેને લઈ તે પણ તેને મદદ કરી રહી હતી ત્યારે પોલીસે પતિ-પત્ની બન્નેને આરોપી તરીકે લીધા છે, આરોપી એટલી હદ વટાવી ચૂકયો હતો કે, તેણે યુવતીનું ગેરકાયદેસર રીતે ગર્ભપાત પણ કરાવી દીધુ છે. ભોગ બનનાર યુવતી વર્ષ 2000માં યુવક સાથે અભ્યાસ કરતી હતી અને યુવકે તેનો લાભ ઉઠાવીને યુવતીના નામે લોન કરાવીને બાઈકની પણ ખરીદી કરી હતી. આ સમગ્ર કેસને લઈ પોલીસે મોબાઈલ લઈને ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,જેમાં આરોપીની પત્ની તેને કઈ રીતે મદદ કરતી હતી તે દિશામાં તપાસ હાથધરી છે,

મહત્વનું છે કે પોલીસે તેની પત્નીની પૂછપરછ કરી છે પણ તેની પત્ની પોલીસને સહયોગ આપતી નથી, ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું, વિધર્મી યુવકે અન્ય કેટલી હિંદુ છોકરીઓને આ રીતે ફસાવી છે તે દિશામાં પણ તપાસ હાથધરી છે, આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે તેવું પોલીસને લાગી રહ્યું છે. ખેડા જિલ્લાની એક પરિણીત મહિલાએ ડાકોર પોલીસ સ્ટેશનમાં જાતીય શોષણની ફરિયાદ નોંધાવી છે, જેમાં જલાલુદ્દીનને બ્લેકમેલ કરવા માટે તેણીના અભદ્ર ફોટા પડાવી લીધાનો આક્ષેપ કર્યો છે.પીડિતાનો દાવો છે કે, આરોપી ફોટો ડિલીટ કરવાના બહાને તેને વારંવાર 4-5 વખત હોટલમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

Share This Article