ગાંધીનગર : કર્મચારીઓને રૂા. 7000ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે. વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મીઓને લાભ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાભહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો ર્નિણય કર્યો છે. રૂ. 7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
સર્જરી વગર ગર્ભાશયની ગાંઠનો સરળ ઉપચાર, જાણો શું છે UFE?
રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર...
Read more