સમર એટલે વેકેશન, ટૂર અને એન્જોયમેન્ટ. આ એન્જીયમેન્ટ કોઈ પોતાના પ્રિય પાત્ર સાથે હોય તો તેની ખુશી બમણી થઈ જાય છે. આ સમયે દરેક વ્યક્તિ એવુ ઈચ્છતી હોય છે કે હું મારા પ્રિયજનને કઈ અલગ રીતે પ્રેમ વ્યક્ત કરું અને કઈ રીતે તેની સામે લાગણી વ્યક્ત કરું…! તેના માટે આજકાલ કપલ નવા નવા નુસખા શોધતા હોય છે. જેવા કે કોફીમગ પર પોતાના નામ કે ફોટા કરાવવા, એકબીજા માટે ટેટૂ પણ કરાવે છે. આજકાલ માર્કેટમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે છે કપલ ટીશર્ટનો.
કપલ ટીશર્ટ અત્યારે ઈનડિમાન્ડ છે. આજકાલ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ, કિંગ એન્ડ ક્વિન અને મિસ્ટર એન્ડ મિસિસવાળી ટીશર્ટ પણ જોવા મળે છે. આ ટીશર્ટ બંને જણા સાથે પહેરીને એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. ટીશર્ટનાં કલર અને ડિઝાઈન પણ સરખા જ હોય છે.
કેટલાક કપલ પોતાના નેચર કે મૂડ પ્રમાણે પણ આ પ્રકારની કપલ ટીશર્ટ બનાવડાવતા હોય છે. આ ટીશર્ટ પહેરવા માટે તમારે વેલેન્ટાઈન કે કોઈ સ્પેશિયલ ડેની જરૂર નથી,આપ આ પ્રકારની ટીશર્ટ ગમે ત્યારે પહેરી શકો છો.