ટ્રેન્ડી અને યુનિક જવેલરી એકઝીબીશન Pitara નું આયોજન અનુરાધા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા બેસ્ટ 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલ હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું એકઝીબીશન મંગલબાગ ગેલરી ખાતે કરવામાં આવ્યું છે. નવી પેઢીમાં આકર્ષણ જમાવતી અને ટ્રેન્ડી હેન્ડમેડ જવેલરીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ટ્રેન્ડી અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન જવેલરીનું આ Pitara એકઝીબીશનમાં પ્રદર્શન કરાયું છે.
મુંબઈ, બેંગ્લોર, જયપુર, કચ્છ, દિલ્હી અને અમદાવાદમાંથી આવેલા ડિઝાઈનરો દ્વારા બનાવવામાં આવેલા જવેલરી માસ્ટરપીસ અહીંયા 26 અને 27 નવેમ્બરના રોજ પ્રદર્શિત કરવામાં આવ્યા. Pitara એકઝીબીશનમાંથી લોકો કેઝયુઅલ, ડેઇલી વેર અને લગ્ન સીઝન માટેની હેન્ડમેડ જવેલરીની ખરીદી કરી શકે છે અને એક જ જગ્યાએથી ભારતની વિવિધ જગ્યાની વિશિષ્ઠ ઓળખ સમાન જવેલરી ખરીદી શકે છે. વોકલ ફોર લોકલ અને મેક ઇન ઈન્ડિયાના કોન્સેપ્ટ સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મૂળ ઉદેશ હેન્ડીક્રાફ્ટ બનાવતા લોકોને રોજગાર મળે અને ભારતની સંસ્કૃતિને જાળવી રાખતી હેન્ડક્રાફ્ટેડ જવેલરીની નિકાસ દેશ વિદેશમાં થાય તે છે.
આયોજક અનુરાધા શર્મા કહે છે કે, “ Pitara એટલે કળા, કૌશલ્ય અને કસબનું જંકશન. આ વખતના કલેક્શનમાં લેટેસ્ટ ટ્રેન્ડની હેન્ડમેડ જવેલરી પ્રદર્શિત કરાઈ છે. Pitara એક્ઝિબિશન યુનિક છે કારણકે પ્રથમ વખત ભારતભરમાંથી આવેલા 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલ હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું પ્રદર્શન કરાયું છે.”