વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં દેશની ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમ મોદી અહીં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યા હતાં પીએમ મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈઆઈઆઈટી) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને જિલ્લામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો મોદી ચંબામાં એક જાહેર સમારંભમાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાનું લોકાર્પણ પણ કર્યું હતું.
મોદીએ ઉનાના અંબ અંદૌરા રેલવે સ્ટેશનથી નવી દિલ્હી આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. ગયા મહિને મોદીએ ગુજરાતમાં ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડે છે.
નવી વંદે ભારત ટ્રેન અગાઉની ટ્રેનની સરખામણીમાં એક સુધારેલું સંસ્કરણ છે, જે ખૂબ જ હળવી છે અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર ૫૨ સેકન્ડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આ ટ્રેન પંજાબમાં કિરાતપુર સાહિબ, આનંદપુર સાહિબ, જ્વાલા દેવી અને માતા ચિંતપૂર્ણી જેવા તીર્થસ્થાનોને જોડશે. આ સાથે ઉનાથી દિલ્હીની મુસાફરી માત્ર પાંચ કલાકમાં પૂર્ણ કરી શકાશે. વંદે ભારત શરૂ થવાથી પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના રહેવાસીઓને પણ ઘણો ફાયદો થશે. વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં ૬ દિવસે સવારે ૫.૩૦ વાગ્યે દિલ્હીથી ઉપડશે અને સવારે ૧૦.૩૪ વાગ્યે ઊના પહોંચશે. રાત્રે ૧૧.૦૫ કલાકે અંબ-અંદૌરા પહોંચશે. આ ટ્રેન બુધવારે નહીં ચાલે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટ્રેન દ્વારા નવી દિલ્હી આવશે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ ચંડીગઢમાં આ જ ટ્રેનમાં સવાર થશે. નવી દિલ્હીથી ઉના ટાઈમ ટેબલ જોઇએ તો નવી દિલ્હીથી સવારે ૫.૫૦ કલાકે રવાના થશે.,સવારે ૮ઃ૦૦ વાગ્યે હરિયાણાના અંબાલા કેન્ટ પહોંચશે.,સવારે ૮.૪૦ વાગ્યે ચંદીગઢ પહોંચશે.,સવારે ૧૦ઃ૩૪ કલાકે ઉના પહોંચશે.,સવારે ૧૧ઃ૦૫ કલાકે અંબ-અંદૌરા પહોંચશે.,ઉનાથી નવી દિલ્હી ટાઈમ ટેબલ જોઇએ તો અંબ-અંદૌરાથી બપોરે ૧ઃ૦૦ કલાકે ઉપડશે.,બપોરે ૧ઃ૨૧ કલાકે ઉના પહોંચશે.,બપોરે ૩.૨૫ વાગ્યે ચંદીગઢ પહોંચશે.,૪ઃ૧૩ કલાકે અંબાલા પહોંચશે.,સાંજે ૬.૨૫ કલાકે નવી દિલ્હી પહોંચશે.