છેલ્લા કેટલાક મહિનાઓથી, દેશભરમાં છેતરપીંડી આચરનારાઓ તરફથી મોકલવામાં આવતા ફેક SMS અને વોટ્સએપ મેસેજીસમાં વધારો થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. છેતરપીંડી આચરનારાઓ પોતે કંપની તરફથી વાત કરી રહ્યા હોવાનો કહીને કસ્ટમરને ફેક SMS તેમજ વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે. મેસેજ સંદેશમાં તેઓ કસ્ટમરને તેમનું પાછલા મહિનાનું બિલ ભરેલ ના હોઈ તેમનું પાવર કનેક્શન રાત્રે 09:30 /10:30 ના સમયગાળામાં ડિસ્કનેક્ટ થઈ જશે તેમ જણાવે છે. આ ફેક મેસેજીસમાં કસ્ટમરને મેસેજમાં આપેલ નંબર પર કોલ અથવા મેસેજ કરી કંપનીના ઓફિસર સાથે સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે.
ટોરેન્ટ પાવર આથી તેના તમામ કસ્ટમરોને, આવા ફેક મેસેજીસનો પ્રત્યુતર ના આપવા કે આવા ફેક મેસેજીસ પર આપેલ કોઈપણ નંબર પર કોલ ના કરવા માટે વિનંતિ કરે છે. આવા કિસ્સાઓમાં છેતરપિંડી આચારનારા પોતે કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ હોવાનું કહી અને ત્યારબાદ જે કસ્ટમરને શંકા નથી જતી તેમની પાસેથી તેમની બેંક એકાઉન્ટ સબંધી વિગતો તેમજ OTP માંગવામાં આવે છે અથવા તો તેમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેવામા આવે છે, જે કસ્ટમરના મોબાઈલ, લેપટોપ જેવા ડિવાઈસનો સંપૂર્ણ એક્સેસ છેતરપિંડી આચારનારાઓને સોંપી દે છે. જેનાથી તેઓ બેંકીગ સબંધી માહિતીની ચોરી કરી આસાનીથી છેતરપીંડીયુક્ત બેંકીંગ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
આથી ટોરેન્ટ પાવર એ જણાવવા અને સ્પષ્ટ કરવા માંગે છે કે કંપની:
- ક્યારેય તેના કસ્ટમર પાસેથી તેઓની વ્યક્તિગત માહિતી જેવી કે ક્રેડીટ / ડેબિટ કાર્ડ નંબર, CVV અથવા બેંક OTP માંગતી નથી.
- ક્યારેય તેમના કસ્ટમરને ઓનલાઈન પેમેન્ટમાં મદદ કરવા માટે અથવા પેમેન્ટના ચકાસણી માટે કોઈપણ સૉફ્ટવેર ડાઉનલોડ કરવા માટે જણાવતી નથી.
- પર્સનલ નંબર દ્વારા ક્યારેય મેસેજીસ કરતી નથી.
- ટોરેન્ટ પાવર તરફથી મોકલવામાં આવતા તમામ મેસેજ ઓથોરાઈઝ SMS ગેટ વે મારફત TPOWER સેન્ડર ID દ્વારા મોકલવામાં આવે છે.
ટોરેન્ટ પાવર તેના ગ્રાહકોને વિનંતિ કરે છે કે:
- હંમેશા બિલની ચુકવણી સિક્યોર પેમેન્ટ ગેટ વેના માધ્યમથી અને ઓથોરાઈઝ્ડ સાઈટ / પ્લેટફોર્મ મારફતે જ કરો.
- એકાઉન્ટની વિગતો ચકાસવા માટે તેમજ ઉપલબ્ધ ઓનલાઈન પેમેન્ટ વિકલ્પો માટે કંપનીના ઓફિસિયલ કસ્ટમર પોર્ટલ www.connect.torrentpower.com ની મુલાકાત લો અને તેનો ઉપયોગ કરો.
- બિલિંગ અને પેમેન્ટ માટે અમારી ઓફીસિયલ મોબાઈલ એપ “Torrent Power Connect” નો ઉપયોગ કરો.
- પાવર કનેક્શન અને તે સાથે સબંધિત અન્ય સેવાઓ વિશેની વિગતો જાણવા માટે કંપનીના 24×7 કોલ સેન્ટર નો સંપર્ક કરો.