વિશ્વભરમાં લોકપ્રિય મોબાઇલ કંપની Apple iPhonesની નવી સિરીઝ, iphone ૧૪ Max અને iphone ૧૪ PRO Max, શિપમેન્ટમાં વિલંબને કારણે લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ૧૪ સીરિઝનું સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવશે. પરંતુ હવે આ સીરીઝના બે ફોનના લોન્ચિંગમાં વિલંબ થઈ શકે છે. અહેવાલો અનુસાર, iphone ૧૪ Max અને iphone ૧૪ PRO Maxના લોન્ચિંગમાં વિલંબને શિપમેન્ટમાં વિલંબ માટે જવાબદાર ગણવામાં આવે છે, જો કે, આ iphoneના લોન્ચિંગમાં વિલંબથી અન્ય ફોનના લોન્ચિંગ પર અસર થવાની અપેક્ષા નથી.
સપ્લાય ચેઈન ઈન્સાઈડરે એક ટિ્વટ કર્યું છે જેમાં જાણવા મળ્યું છે કે iphone ૧૪ Max અને iphone PRO Maxના પેનલ શિપમેન્ટમાં વિલંબ થયો છે. પેનલ શિપમેન્ટમાં આ વિલંબને કારણે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ તે ચીનમાં તાજેતરના કોરોના લોકડાઉનને કારણે હોઈ શકે છે. આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે અગાઉ, Apple iPhone એરેનાએ અહેવાલ આપ્યો હતો કે Apple iPhone એ iphone ૧૪ સ્ક્રીનના ઉત્પાદન માટે ચીની સ્માર્ટફોન ડિસ્પ્લે નિર્માતા BOE સાથે સોદો કર્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે નવી સીરિઝના લોન્ચને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, જે સાંભળવામાં આવી રહ્યું છે તેના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર iphone ૧૪ PRO અને iphone ૧૪ PRO Max સાથે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે, જે iOS ૧૬ સાથે ઉપલબ્ધ હશે એટલે કે iOS ૧૬માં ઓલવેઝ ઓન ડિસ્પ્લે ફીચર હશે. iOS ૧૬નું લોન્ચિંગ આગામી WWDC ૨૦૨૨માં થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે iOS ૧૬ સાથે અપડેટેડ મેસેજિંગ અને નવા સોશિયલ મીડિયા ફીચર્સ આપવામાં આવે તેવી આશા છે.