ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠક યોજાઇ. આ બેઠકમાં કંપનીઓને કિંમત અને માર્જિન પોલિસીના તફાવત દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી અને સરકારને વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું. કંપનીઓની ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસીને કારણે રિટેલર્સને ધંધો કરવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે.
ફેડરેશન કંપની એ ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર્સ વચ્ચેની કડી તરીકે કામ કરે છે. ફેડરેશનના સભ્યો સમગ્ર ગુજરાતમાં FMCG બિઝનેસ કરે છે. રાષ્ટ્રીય સ્તરે પાંચ લાખથી વધુ વિતરકો અને 1.5 કરોડ રિટેલર્સ છે. જેઓ છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
FMCG સેક્ટરના કુલ બિઝનેસમાં લગભગ 90% યોગદાન આપે છે અને 25% થી વધુ વસ્તીને રોજગારી આપે છે, જ્યારે આધુનિક અને ઓનલાઈન વેપાર માત્ર 10% ફાળો આપે છે અને રોજગારમાં માત્ર 1% ફાળો આપે છે.
કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે “આ ભાવ તફાવતને કારણે સરકારને GST ની આવકમાં ઘટાડો થાય છે અને અમને ધંધામાં નુકશાન થાય છે. જો એક જ રિટર્ન ભરવું પડે તો વેપાર કરવામાં સરળતા રહેશે.
FMCG ના ચેરમેન અરુણ પરીખે કહ્યું કે “હાલમાં ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસીના કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે અને છેતરાય છે. છૂટક વેપારીને 10% માર્જિન મળી રહ્યું છે અને મોલને 20 થી 22% નું માર્જિન મળે છે પરંતુ વજનમાં ફરક કરે છે જેથી ગ્રાહકો છેતરાય છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more