એપ્રિલ 01, 2022: ટોરેન્ટ પાવરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વીજ વિતરણ કામગીરીને ઔપચારિક ટેકઓવરની કરવાની આજે જાહેરાત કરી હતી. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ એ ભારત સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ એક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણ નેટવર્કનું ખાનગીકરણ કરવામાં આવનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 1.5 લાખ ગ્રાહકોને હવે નવી રચાયેલી કંપની- દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (ડીએનએચડીડી પાવર ડિસ્ટ્રિબ્યુશન) મારફત ટોરેન્ટ પાવર દ્વારા સેવા આપવામાં આવશે. નવી રચાયેલી કંપનીમાં ટોરેન્ટ પાવર 51% હિસ્સો ધરાવે છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના માનનીય પ્રશાસક પાસે બાકી 49% હિસ્સો હશે. ડીએનએચડીડી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસે 1.5 લાખની ગ્રાહક સંખ્યા, વાર્ષિક 9 અબજ યુનિટ પાવરનું વેચાણ અને લગભગ રૂ.4,500 કરોડની વાર્ષિક આવક હશે. ભૂતકાળમાં ટોરેન્ટ પાવરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરોમાં, મહારાષ્ટ્રમાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કાલવા અને ઉત્તર પ્રદેશમાં આગ્રામાં વિતરણ નેટવર્કને હસ્તગત કર્યું છે અને સફળતાપૂર્વક ટર્નઅરાઉન્ડ કર્યું છે. ટોરેન્ટ પાવરે ટેક્નોલોજીમાં રોકાણ કરીને અને કામગીરીને લગતી કાર્યક્ષમતામાં સુધારો કરીને વીજળીની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને AT&C નુકસાનમાં ઘટાડો કર્યો છે. ટોરેન્ટ પાવર એ ભારતની પ્રથમ અને એકમાત્ર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પણ છે જે પર્યાવરણીય ટકાઉપણા માટે પ્રતિષ્ઠિત 5 સ્ટાર રેટિંગ તેમજ બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ યુકે તરફથી વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી માટે સ્વોર્ડ ઑફ ઓનર જીતી છે. આ ઉપરાંત, ટોરેન્ટ પાવર એવી કેટલીક પાવર યુટિલિટીઓમાંની એક છે કે જેણે ISO 9001:2015– ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, 140001:2015-એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ., 45001:2018- ઓક્યુપેશનલ હેલ્થ ઍન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ, |