હાર્ટની દવા માત્ર રાત્રે લો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હાર્ટની દવા રાત્રી ગાળામાં અને થાયરોઇડજની દવા સવારમાં ભુખ્યા પેટ લેવાથી વધારે ફાયદો થાય છે. લોહીને પાતળુ કરે તે પ્રકારની દવા લેતી વેળા લીલા પાંદડા ધરાવતા શાકભાજીનો ઉપયોગ કરવાને ટાળવાની જરૂર હોય છે. આયરન-કેલ્શિયમની દવા સાથે લેવાથી તેની અસર ઘટી જાય છે. બીપીની કેટલીક દવા બ્લડપ્રેશર અને હાર્ટના રેટને ધીમા કરે છે., દવા લેવામાં આવ્યા બાદ ફિજિકલ એક્ટિવીટી ખુબ સાવધાનીપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે.

મુખ્ય દવાની સાથે વિટામિન મિનરલ માટેની દવા લેવી જોઇએ નહીં. નિષ્ણાંત તબીબો કહે છે કે પોતે ક્યારેય તબીબ અને નિષ્ણાંત બનવાની ભુલ કરવી જાઇએ નહીં. લાંબા સમયથી બ્લડ પ્રેશર, થાઇરોડઇ, ડાયાહબિટીસ અથવા તો અન્ય રોગોથી ગ્રસ્ત હોવાની સ્થિતીમાં ક્યારેય અન્ય તકલીફ થાય છે. જેમાં હળવી પિડા, શરદી ગરમી અને ખાંસીનો સમાવેશ થાય છે.

અન્ય એક્યુટ રોગની દવા અથવા તો કફ સિરપ લેવી પડે તો નિષ્ણાંત તબીબોની સલાહની સાથે દવા લેવામાં આવે તે જરૂરી છે. જો આવુ કરવામાં નહીં આવે તો બ્લડ પ્રેશર અનિયંત્રિત થઇ જવા ઉપરાંત પેટના અલ્સર, કિડની ફેલ થવાની બાબત શક્ય બની શકે છે. હાર્ટની તકલીફ પણ આવી શકે છે.

 

Share This Article