ગૂગલએ ભારતમાં ટૂ-વ્હિલર માટે પણ મેપમાં નવા ફીચર્સ જોડ્યા છે. કોઈપણ લોકેશનની ચોક્કસ જાણકારી માટે ગુગલે એક નવું ફીચર રજૂ કર્યું છે. ગૂગલના આ નવા ફીચરનું નામ ‘પ્લસ કોડ્સ’ છે. આ ફીચરની મદદથી હવે યુઝર્સને કોઈપણ લોકેશનની ચોક્કસ અને યોગ્ય જાણકારી મળશે.
ગૂગલ આ ફીચરમાં દરેક લોકેશન માટે અલગ કોડ રજૂ કરશે. જેથી કોઈપણ લોકેશનને સરળતાથી શોધી શકાશે. ગૂગલ દરેક લોકેશન માટે એક અલગ કોડ રજૂ કરશે. યુઝર જ્યારે ગૂગલ મેપ્સ પર કોઈ લોકેશન સર્ચ કરશે તો તેણે માત્ર કોડની સાથે નામ સર્ચ કરવાનું રહેશે. આ પછી ગૂગલ મેપ્સ પર તે જગ્યા દેખાવા લાગશે.
ગુગલનું નવું ફીચર ડેસ્કટોપ અને સ્માર્ટફોન બંને પ્લેટફોર્મને સપોર્ટ કરશે. કોઈપણ લોકેશનની જાણકારી માટે ઉપયોગ કરાયેલા સ્પેશિયલ કોડને ‘પ્લસ કોડ્સ’ કહેવાશે. ‘પ્લસ કોડ્સ’માં 6 કેરેક્ટર શામેલ હશે. આ કોડ્સને શહેરના નામની સાથે ઉપયોગ કરવાના રહેશે. યુઝર કોઈપણ લોકેશનને સર્ચ કરવા માટે આ કોડને શેર કરી શકશે. આ સાથે જ લોકેશન સર્ચ કરવા માટે કોડને શેર કરવામાં આવશે.
ગુગલ મેપ્સમાં વોઈસ નેવિગેશનની સેવા હવે 6 ભાષાઓમાં મળશે. જેમાં ગુજરાતી, કન્નડ, બંગાળી, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, આપને જાણ હશે કે તાજેતરમાં જ ગૂગલે 10 માર્ચે ‘મારિયો ડે’ના અવસરે ફેન્સને એક ખાસ ગિફ્ટ આપી હતી. જેમાં ગુગલ મેપ્સમાં મારિયો યુઝર્સને રસ્તો બનાવશે. આ માટે ગુગલે મારિયો ગેમ બનાવનારી કંપની નિન્ટેન્ડો સાથે કરાર કર્યો હતો.