સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો કન્ટેન્ટ, ફોટાઓ અને વિડિયો શેયર કરતા રહે છે. ત્યારબાદ આવા લોકો પ્રતિક્રિયા અને લાઇકને લઇને ઇન્તજાર કરતા રહે છે. આવી સ્થિતીમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ પોસ્ટ પર વધુને વધુ લાઇફ અને કમીટમેન્ટ માટેની આશા રાખે છે. આના માટે યુઝર હૈશટેગથી લઇને ફોટો ફિલ્ટર એપ જેવી તમામ ટ્રિક્સનો ઉપયોગ કરતા રહે છે. આવા તમામ પ્રયોગ કરવામાં આવ્યા બાદ પણ તેમને કોઇ ઇચ્છિત પ્રતિક્રિયા મળતી નથી તો કેટલીક બાબતોને સમજી લેવાની જરૂર છે. સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવી રહેલા કમીટમેન્ટ અને લાઇકમાં ખુબ સંબંધ છે. કામ ક્યા સમય પર કરવામાં આવે તે બાબત સામાન્ય રીતે જ્યોતિષનો વિષય છે.
સોશિયલ મિડિયા પોસ્ટ સાથે તેના દુર દુર સુધી કોઇ લેવાદેવા રહેતા નથી. પરંતુ જો સોશિયલ મિડિયા પર તમે લોકપ્રિય થવા માટેની ઇચ્છા રાખો છો તો સમય અહીં પણ મહત્વ રાખે છે. કોઇ ફોટો અથવા તો કન્ટેન્ટ તમે ક્યા સમય શેયર કરી રહ્યા છો તે બાબત પણ મહત્વ રાખે છે. આની અસર મળનાર પ્રતિક્રિયા પર પડે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને Âટ્વટર જેવી સોશિયલ સાઇટ્સ પર યુઝર્સની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. દરેક યુઝર વધુને વધુ લાઇક અને કમીટમેન્ટ ઇચ્છે છે. આવા સમયમાં યુઝર્સ માટે યોગ્ય સમય અને પસંદગીના રહસ્યની વાત ઉપયોગી બની શકે છે. જો કે આ વાસ્તવિક છે કે દિનની શરૂઆતમાં અમે જે પણ પોસ્ટ અથવા તો ફોટા શેયર કરી રહ્યા છીએ તેના પર વધારે લાઇક મળે છે. કેટલાક અભ્યાસ બાદ આ બાબતની સાબિતી મળી ગઇ છે કે સોશિયલ મિડિયા પોસ્ટના હિટ હોવા પર ટાઇમિંગ અસર કરે છે.
નિષ્ણાંતો માને છે કે ગુરૂવાર અને શુક્રવારના દિવસે બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે સમય સારો હોય છે. ગુરૂવારના દિવસે સાંજે આઠ વાગેનો સમય સારો હોય છે. વીકેન્ડની વાત કરવામાં આવે તો એક વાગ્યાથી ચાર વાગ્યાનો સમય આદર્શ હોય છે. આવી જ રીતે સમગ્ર સપ્તાહભરને ધ્યાનમાં લેવામાં આવે તો બપોર બાદનો સમય લાઇક પ્રાપ્ત કરવા માટે જોરદાર હોય છે. દરેક યુઝરના બેસ્ટ ટાઇમિંગ સામાન્ય રીતે અલગ અલગ હોય છે. આપના બેસ્ટ ટાઇમ આ બાબત પર આધાર રાખે છે કે આપના લિસ્ટમાં કોણ લોકો સામેલ રહેલા છે. તેમના વ‹કગ શેડ્યુલ શુ છે. યોગ્ય રીતે ટાઇમિંગને ઓળખી કાઢવાની બાબત કોઇ પડકારથી ઓછો નથી. પરંતુ એક વખત જાણી ગયા બાદ સોશિયલ મિડિયા પર તમે છવાઇ શકો છો. એક વખત ફેસબુક પર લોગ ઓન કરવામા આવ્યા બાદ દરેક વ્યક્તિની ન્યુજ ફીડમાં આશરે ૧૫૦૦ સ્ટોરી નજરે પડે છે. આવામાં લોકો રસ પણ લે છે. તે ફેમિલી અથવા તો ફ્રેન્ડસના પોસ્ટ વધારે નિહાળે છે. આવી સ્થિતીમાં સોશિયલ મિડિયા પોસ્ટ માટે કોઇ યુનિવર્સલ ટાઇમિંગનો દાવો કરી શકાય નહી. કેટલીક વખત પોસ્ટના ટાઇમિંગ કરતા તેના વિષય વધારે મહત્વ રાખે છે.