આપણી પેઢીના બે સૌથી મોટી એકશન હીરો હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ વાયઆરએફના વિઝયુઅલ જલસામાં વ્યાપક પ્રદર્શન કરવા માટે એકબીજા સામે ટકરાશે. આ એકશન એન્ટરટેઈનરમાં બે સુપરસ્ટાર એકબીજા સામે ટકરાવા છે ત્યારે તેઓ એકબીજાને પછડાટ આપવા માટે દિલધડક અને જીવલેણ સ્ટંટ કરતા જોવા મળવાને છે. આવો જ એક જીવલેણ સ્ટંટ બાઈક ચેઝનું દશ્ય છે, જેમાં ટાઈગર અને હૃતિક કાચની બારી થકી અથડામણ કરતાં જોવા મળશે.
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કહે છે, આ એકદમ ઉચ્ચ જોખમનું સીન હતું, કારણ કે મારા કલાકારોને જો થોડી પણ ભૂલ થાય તો ગંભીર ઈજા પહોંચવાની સંભાવના હતી. આ હાઈ સ્પીડ બાઈક ચેશ સીન છે, જેમાં હડિતક સુપરબાઈક ચલાવે છે જ્યારે ટાઈગર પગપાળા તેનો પીછો કરે છે. ટાઈગરે પરફેક્ટ જમ્પ મારીને પોતાની શક્તિ બતાવવી હતી, જેથી તે હૃતિક સાથે અથડાય અને બંને કાચની બારીઓ તોડીને અંદર જાય. ઉપરાંત અમે આ ટકરામણ બ્લાઈન્ડ સ્પોટ ખાતે સંકલ્પના કરી હતી, જ્યાં બે ગલીઓ મળતી હતી, જેથી હૃતિક અને ટાઈગરને એકબીજા માટે જોવા તેમનું હલનચલન કરવા માટે સમયનું અનુમાન નહીં લગાવવું પડે.
તેઓ ઉમેરે છે, આ સીન માટે સુરક્ષાની બધી સાવચેતીઓ રાખવામાં આવી હતી ત્યારે આ સીનમાં નિશ્ચિત જ તેમની એકાગ્રતા, ધારદાર સૂઝબૂઝ અને દશ્ય ઉત્તમ સાહિત થાય તે માટે એકબીજામાં વિશ્વાસની જરૂર હતી. અમે બધું યોજના અનુસાર સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરતા હતા. હૃતિક અને ટાઈગર વચ્ચે અતુલનીય સુમેળ છે, તેમને એકબીજામાં અખૂટ વિશ્વાસ છે અને લોકોને તે આ ફિલ્મમાં જોવા મળશે. તેઓ ભારતના સૌથી મોટા એકશન હીરો છે અને દર્શકોનું મનોરંજન કરવા માટે તેઓ પોતાના શરીરને રેખા પર મૂકતા હોવાથી દર્શકોને તે ગમશે. આ જોખમી સ્ટંટ આસાનીથી પાર પાડવા માટે હું તેમનો આભારી છું. વોર તેને લીધે જ જોવાલાયક બની રહેશે.
યશ રાજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરાયેલ, ભારે ઉર્જા ધરાવતી ફિલ્મમાં વાણી કપૂરને હૃતિક રોશનની સામે રજૂ કરવામાં આવી છે તે ૨ ઓક્ટોબર, ગાંધીજયંતિના રાષ્ટ્રીય રજાના દિવસે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજૂ થનાર છે.