કોઇ પણ સિઝનમાં સ્વિમિંગ ખુબ જ આદર્શ તરીકે છે. નિષ્ણાંતોની સાથે સાથે જાણકાર લોકો પણ નક્કરપણે માને છે કે સ્વિમિંગ શરીર અને કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ તેમજ મસલ્સ ટોનિંગથી લઇને હાર્ટ સુધી તમામ શરીર માટે લાભકારી સાબિત થાય છે. સ્વિમિંગ તમામ રીતે ઉપયોગી છે. સ્વિમિંગ વર્કઆઉટમાં બ્રેસ્ટ સ્ટ્રોક, સાઇડ સ્ટ્રોક, બટરફ્લાય અને ફ્રી સ્ટાઇલ સામેલ હોય છે. દરેક સ્ટ્રોક્સનુ ફોક્સ અલગ અલગ મસલ ગ્રુપ્સ પર હોય છે. અલબત્ત પાણીમાં શરીરને મુવ કરવા માટે લગાવવામાં આવતા દરેક સ્ટ્રોકમાં વધુને વધુ મસલ ગ્રુપ્સ સામેલ હોય છે. વજન ઘટાડી દેવા માટે પણ સ્વિમિંગને ખુબ સારા વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. અલબત્ત સ્વિમિંગની ગતિ , સ્વિમ સ્ટ્રોક અને વજન મુજબ કૈલોરી બર્ન થાય છે. એક કલાક સુધી સ્વિમિંગ કરવાથી એટલી જ કૈલોરી બર્ન થાય છે આની અસર જોડ અને હાડકા પર પણ પડે ચે.
જો કોઇ વ્યક્તિનુ વજન ૧૬૦ પાઉન્ડ છે તો સામાન્ય ગતિથી એક કલાક સુધી સ્વિમિંગ કરવાથી આશરે ૪૨૩ કૈલોરી સરળ રીતે બર્ન થાય છે. ઝડપી ગતિથી ૭૧૫ કેલોરી બર્ન કરવામાં આવી શકે છે. જ્યારે એક કલાકમાં ૩.૫ મીલ વોક કરવા પર માત્ર ૩૧૪ કૈલોરી અને યોગ કરવાથી ૧૮૩ કૈલોરી પ્રતિ કલાક બર્ન થાય છે. જો તમે પોતાના વજનને ઘટાડી દેવા ઇચ્છો છો તો દરરોજ ૧૦થી ૩૦ મિનિટ અને સપ્તાહમાં એકથી ત્રણ વખત સ્વિમિંગ ચોક્કસપણે કરવી જાઇએ. દરેક સપ્તાહમાં સ્વિમની અવધિ પાંચ પાંચ મિનિટ સુધી વધારી દેવાની જરૂર હોય છે. સ્ટ્રોક્સ પણ વધારે કરવામાં આવે તે જરૂરી છે. સમગ્ર મસલ્સની કસરત થઇ શકે તે માટે સતત પ્રયાસો કરવા જોઇએ. બ્રેસ્ટ સ્ટ્રોકને વધારે સમય સુધી મેન્ટેન રાખવામાં સરળતા હોવાની સાથે સાથે કૈલોરી પણ બર્ન થાય છે. સ્વિમિંગના કારણે હાર્ટ રેટ વધે છે. શરીર પર કોઇ પણ પ્રકારના દબાણ વગર હાર્ટ રેટ વધે છે.
સ્ટ્રેથ વધવા, અને સમગ્ર શરીરના મસલ્સ ટોન કરવામાં મદદ મળે છે. કાર્ડિયોવેસ્કુલર માટે પણ આ એક સારી કસરત છે. કેટલાક અભ્યાસમાં પણ આ બાબત ઉભરીને સપાટી પર આવી છે કે સ્વિમિંગ બ્લડપ્રેશરને ઘટાડી દેવા સાથે સાથે ્લડ શુગને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ઇજા થવા, કોઇ પણ પ્રકારની વિકલાંગતા થવાની સ્થિતીમાં પણ સ્વિમિંગ ફાયદાકારક સાબિત થાય છે. સ્વિમિંગથી વહેલી તકે તમામ પ્રકારની રિક્વરી થાય છે. પીડા પણ ઘટતી જાય છે. જો કે કેટલીક બિમારી ધરાવતા લોકોએ સાવધાનીપૂર્વક અને તબીબોની સલાહ મુજબ કોઇ કસરતને ધ્યાનમાં લેવા અને તેને અમલી કરવાની જરૂર હોય છે. અસ્થમાના દર્દીને પણ સ્વિમિંગના કારણે ફાયદો થાય છે. કારણ કે તેના કારણે શ્વાસની કસરત થઇ જાય છે. ફેફસાની ક્ષમતા પણ વધી જાય છે. એમ પણ માનવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં ઉપયોગ કરવામાં આવતા કેમિકલ એટલે કે ક્લોરીનથી અસ્થમાંની શંકા વધી જાય છે. આવી સ્થિતીમાં ક્લોરીનની જગ્યાએ સોલ્ટ વોટરનો ઉપયોગ કરનાર પુલની પસંદગી કરવામાં આવે તે જરૂરી છે. તબીબોની સલાહ મુજબ જ પગલા લેવામાં આવે તે જરૂરી છે. સ્વિમિંગના કારણે ગુડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે શરીરમાં બે કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઓછુ રહે અને ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએસનુ પ્રમાણ ઓછુ રહે.
સપ્તાહમાં પાંચ વખત સ્વિમિંગ કરવાની સ્થિતીમાં કોલેસ્ટ્રોલનુ પ્રમાણ સંતુલિત રહે છે. આના કારણે હાર્ટ રોગની શંકા ઓછી થઇ જાય છે. સ્વિમિંગના કારણે શરીર વધારે સ્ફુર્તિમાં રહે છે. આ વર્કઆઉટમાં સ્ટ્રેચ, ટ્વિસ્ટ અને પાણીમાં પોતાને ખેંચવા જેવા પ્રક્રિયા હોય છે. જેના કારણે ફ્લેક્સિબિલિટી વધી જાય છે. તરતી વેળા કમરથી લઇને હાત, પગ અને પીઠના હાડકાનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્વિમિંગથી લોહીનો પ્રવાહ ૧૪ ટકા સુધી સુધરે છે. જેના કારણે દિમાગ સુધી લોહી સરળતાથી પહોંચે છે. સંશોધન દર્શાવે છે કે પાણીમાં સ્ટ્રોક લગાવવાથી દબાણ છાતી પર આવે છે. આના કારણે લોહી પ્રવાહ સુધેરે છે. રાત્રી ગાળામાં સારી નિંદ લેવા માટે સ્વિમિંગ ખુબ ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસમાં એવી માહિતી પણ સપાટી પર આવી છે જે લોકો પુરતી ઉંઘ આવતી નથી તેવી ફરિયાદ કરે છે તે લોકો સ્વિમિંગ કરી શકે છે. આ ઉપરાંત તે એક્વાટિક પ્રોગ્રામ સ્ટ્રેસને નિયંત્રિત કરીને મુડને રચનાત્મક બનાવે છે. સાથે સાથે પાણીમાં રહેવાથી શરીર અને દિમાગને ઠંડક આપે છે.
સ્વિમિંગ શરૂ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવાની પણ જરૂર હોય છે. કારણ કે આના કારણે લાપરવાહી ઘાતક બની શકે છે. કોઇ પણ પ્રકારની ઇજા થયેલી છે અથવા તો બિમારી છે તો ડોક્ટરરની સલાહ લઇને જ પુલમાં ઉતરવાની જરૂર હોય છે. વચ્ચે વચ્ચે પાણી પીવાની ટેવ રાખવાની પણ જરૂર હોય છે.