કાર્તિક અને સારા હાલમાં ચાહકની ફેવરીટ જોડી છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલના સમયમાં બોલિવુડમાં ચાહકોની સૌથી પસંદગીની જોડી બનેલી છે. બંને સાથે ઇÂમ્તયાજ અલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેના કેટલાક ફોટો વાયરલ પણ થઇ રહ્યા છે. શુટિંગ હાલમાં હિમાચલ પ્રદેશમાં જારી છે. શુટિંગને લઇને વધુ એક વિડિયો સપાટી પર આવ્યો છે. જેમાં કાર્તિક અને સારા એક સાથે ચા પિતા નજરે પડી રહ્યા છે. સાથે સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. સારા અલી ખાન અને કાર્તિક પહેલા જ ચર્ચામાં આવી ચુક્યા છે. થોડાક સમય પહેલા જ્યારે કરણ જાહરના શો કોફી વિથ કરણમાં જ્યારે સારાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે જવાબ આપ્યો હતો કે તે કાર્તિક આર્યનની સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. બંને એકબીજા માટે કોઇને કોઇ નિવેદન કરતા રહે છે.

બંને ઇમ્તિયાજની ફિલ્મ લવ આજકલ માટેના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ લવ સ્ટોરી ફિલ્મ છે. કાર્તિક બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. આવી જ રીતે સારા અલી ખાન પણ તેની પ્રથમ ફિલ્મ બાદથી લોકપ્રિય થયેલી છે. તેની પાસે એક પછી એક ફિલ્મ આવી રહી છે. રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મમાં તે લોકપ્રિય થઇ હતી. મોટા ભાગે તે હાલમાં નવા સ્ટાર સાથે કામ કરી રહી છે. જેમાં વરૂણ, સિદ્ધાર્થ અને કાર્તિકનો સમાવેશ થાય છે.

બોલિવુડમાં નવી સ્ટાર અભિનેત્રીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા છે. જેમાં જાન્હવી કપુર, સારા અલી, અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. બોલિવુડમાં નવી નવી સ્ટાર અભિનેત્રી કોઇ પણ રોલ કરવા માટે તૈયાર થઇ રહી છે ત્યારે ટોપ સ્ટાર અભિનેત્રીઓને હવે ખુબ ઓછી ફિલ્મો મળી રહી છે. જેમાં કરીના કપુર, દિપિકા, કેટરીના કેફનો સમાવેશ થાય છે. સલમાન સિવાય શાહરૂખ ખાન અને આમીર ખાન પણ હાલમાં ફ્લોપ સાબિત થઇ રહ્યા છે.

Share This Article