ટામેટા જ્યુસના ઘણા ફાયદા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

હાલમાં જ કરવામા આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ટામેટાના જ્યુસના કારણે અનેક બિમારી દુર થાય છે. ટામેટાના જ્યુસના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડી શકાય  છે. જો કોઇ વ્યક્તિ હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની તકલીફથી ગ્રસ્ત છે તો ટામેટા જ્યુસ આપને ફાયદો કરાવી શકે છે. જો કે ટામેટા જ્યુસની અંદર મીઠુ ઉમેરી દેવુ જોઇએ નહીં. ટામેટા જ્યુસ હાર્ટ સંબંધિત બિમારીના ખતરાને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. ફુડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૮૪ પુરૂષો અને ૨૯૭ મહિલાઓને એક વર્ષ સુધી ટામેટા જ્યુસ મીઠુ ઉમેર્યા વગર આપવામા આવ્યા બાદ તારણને ધ્યાનમાં લેવામા આવ્યા હતા.

જાપાનની ટોકિયો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના શોધ કરનાર નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ કેટલાક નક્કર તારણ પણ જારી કર્યા છે. તેમના કહેવા મુજબ હાઇ બીપીથી આના કારણે રાહત મળે છે. બ્લડપ્રેશરમાં પણ ઘટાડો થયા છે. હાઇ કોલેસ્ટ્રોલથી ગ્રસ્ત ૧૨૫ દર્દીઓને પણ અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા.

જેમાં તપાસ બાદ કેટલીક વિગત સપાટી પર આવી હતી. જે સાબિતી આપે છે કે ટામેટા જ્યુસ ફાયદો કરાવે છે. ટામેચા અને તેની સાથે જાડાયેલી પ્રોડક્ટસને ઉપયોગમાં લેવાથી શુ ફાયદો થાય છે તેને આવરી લઇને અભ્યાસના તારણે જારી કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પ્રથમ અભ્યાસની પ્રક્રિયાને હાથ ધર્યા બાદ નવી વિગત સપાટી પર આવી રહી છે. આ અભ્યાસના તારણ જારી કરવામાં એક વર્ષનો સમય લાગી ગયો છે. જા કે તારણ બિલકુલ નક્કરરીતે રજૂ કરવામા આવ્યા છે. પહેલાથી જ ટામેટા વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા લોકો માટે આ ખુબ સારા સમાચાર તરીકે છે. અભ્યાસના નક્કર તારણ મળે તે માટે જુદી જુદી વયના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

TAGGED:
Share This Article