હોળી એટલે પ્રેમ નો તહેવાર, ગુસ્સો છોડી પ્રેમ આપવા નો તહેવાર, પ્રેમી ને રંગી પ્રેમ ને પામવાનો તહેવાર, સંબંધો માં પડેલી ગાંઠ ને ભૂલી સાથે રમતો મસ્તી ભરેલો તહેવાર. આ હોળી ની વાત કરું તો બ્રજ્વાસીઓ નો સૌથી મોટો તહેવાર એટલે હોળી. કારણ કાનુડાએ જે રીતે ગોપીઓ ને હોળી રમવા બોલાવી છે, રમાડી છે તે એક અદભૂત લીલા હતી. એક ભગવાન ની તેના ભક્તો, પ્રેમીઓ, પ્રેમિકાઓ અને તુચ્છ જીવ સાથે ની હોળી છે. જ્યાં ભગવાન પોતે પોતાના ભક્તો ને હોળી રમવા બોલાવે છે. કાનો પિચકારી મારે ને ગોપી કહે છે
“કાના પિચકારી મત માર,
મેરે ઘર સાસ લાડેગી રે..
પ્રેમની પિચકારી એક મારે કાનુડો ને રાધા ગુસ્સે થઈ કાના સાથે અબોલા લઈ લે. તો કાનુડા પણ હાર માન્યા વિના ક્યાથી રહેવાનો. અને પોતાની આખી ટોળકી લઈ તે પણ ગામ ના ચોરા પર પેલી રાધા ને હોળી રમવા બોલાવે છે. અરે કાનુડો તો રાધાને નહિ પરંતુ ગોપીઓ, ગોપો, બ્રજવાસીઓ બધા ને ઘર માં હોળી રમવા નહિ, કે પછી પોતાની જે ગોપીઓ છે તેને એકાંત માં હોળી રમવા નું નથી કહેતો પણ ગામ ના ચોક માં સર્વોને બોલાવી રમવાનું કહે છે. તે કહે છે પ્રેમ છુપાવા ની વસ્તુ નથી, ડરવાની જરૂર નથી પરંતુ પ્રેમ ને એકબીજા ને કહી બીજા ને આપવાની વાત છે. જેટલો પ્રેમ પ્રસરે છે તેટલો જ ઊંડો બને છે. અને કૃષ્ણ માટે તો દરેક જીવ ને રમાડવાની ભાવના છે.
ક્રુષ્ણ નો સાદ સાંભળી બ્રજ્વાસીઓ પણ પોતાના સર્વ કામ છોડી ચોક માં આવી જાય છે. આ ચોક નું પણ વિશેષ મહત્વ છે. એટલે કે રૂપક છે. માણસ ના ચાર કર્મો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ આ ચોક ની ચાર દિશા છે અને વચ્ચે સ્વયં ભગવાન છે આ ચાર કર્મો ને પસાર કર્યા પછી જ જીવ નો ભગવાન સાથે મેળાપ થાય Holi છે. એ માટે કૃષ્ણ ચોકમાં આવી બધી માયા મૂકી પોતાની સાથે હોળી રમવાનું કહે છે. બ્રજવાસી ઓ કહે છે…..!!
આજ બ્રજ મે હોરી રે રસિયા
હોરી રે રસિયા બ્રજ હોરી રે રસિયા…..
Guest Author,
માધવી આશરા