નદીઓમાં પાણી હાલના સમયમાં ખુબ ઓછુ રહ્યુ છે અને જે પાણી રહ્યુ છે તે પણ ઝેરી અને ઉપયોગ ન કરી શકાય તે પ્રકારનુ છે. કારણ કે તેમાં ખતરનાક રસાયણના તત્વો ઉમેરાઇ ગયા છે. આના માટે સંબંધિત વિભાગની ઉદાસીનતા અને ઉદ્યોગોની પ્રવૃતિ માટે મુખ્ય રીતે કારણરૂપ છે. વર્ષ ૨૦૦૯માં દેશભરની નદીઓના હાલચાલ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ વખતે ટેસ્ટ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે કુલ ૧૨૧ નદીઓ પ્રદુષિત થઇ ચુકી છે. હવે નવ વર્ષના લાંબા ગાળા બાદ જ્યારે દેશની ૪૪૫ નદીઓના પાણીના અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે ૨૭૫ નદીઓનુ પાણી ઝેરી બની ગયુ છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ નદીઓમાં ક્રોમિયમ, આયરન, લીડ અને નિકોલના તત્વો સામાન્ય કરતા વધારે જોવા મળ્યા છે.
એટલે કે છેલ્લા નવ વર્ષના ગાળા દરમિયાન અમે પહેલાની તુલનામાં બીજી ૧૫૪ નદીઓને પણ પ્રદુષિત કરી ચુક્યા છીએ. વિશ્વ પર્યાવરણના દિવસે આ સંબંધમાં ધ્યાન તમામ લોકોનુ ખેંચાયુ હતુ. વિશ્વ પર્યાવરણના દિવસે નદીઓ, પહાડો અને કુદરત તરફ ધ્યાન આપવામા આવ્યુ ત્યારે કેટલીક નક્કર બાબતો ખુલીને સપાટી પર આવી હતી. આ વખતે ભારતે વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની ભારતને મળી હતી. વન્ય વિસ્તારો, જમીન સાથે જોડાયેલા સેંકડો રિપોર્ટ અમને પ્રશ્ન કરે છે કે શુ ભારત યજમાન દેશ માટે લાયક છે કે કેમ . અમારા દેશની ૬૯થી વધારે નદીઓમાં જરૂર કરતા વધારે લીડ ધરાવે છે. ૨૫થી વધારે નદીઓમાં નિકોલનુ પ્રમાણ વધારે છે. ૧૩૭ નદીઓમાં લોખંડે જીવલેણ સ્થિતી સર્જી દીધી છે.
વપરાશયુકત બધા જ પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરીને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને નિવારવાની દિશામાં કેટલીક નવી પહેલ કરવામાં આવી શકે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી રિસાયકલ દ્વારા પર્યાવરણ બગડે નહિં તેમજ વિકાસની ગતવિધિ સાથે પ્રદૂષણ નિયંત્રણનું પણ સંતુલન રાખવા પગલા લેવામાં આવે તે જરૂરી છે. જાણકાર લોકો કહે છે કે આપણી સંસ્કુતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જાડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે.આમ છતાં વિકાસના વધતા વ્યાપ સાથે પર્યાવરણ જાળવણી નિતાંત આવશ્યકતા બની છે . પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને નાથવાના ઉપાયો આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસ થીમ રહી હતી. પર્યાવરણ દિવસે ગુજરાતમાં કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણી સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજયમાં પાણી, ઠંડા પીણા વગેરેની પીઈટી-પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજયભરમાં મોટા પાયે રિવર્સ વેન્ડીગ મશીન આરવીએમ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. નદીઓના પાણીને પ્રદુષણ મુક્ત રાખવા માટે સૌથી પહેલા તો આસપાસ રહેલા ઉદ્યોગો પર બ્રેક મુકવામા આવે તે જરૂરી છે. કારણ કે આ ઉદ્યોગો દ્વારા જ પ્રદુષિત અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેથી તેમના પર અંકુશ મુકવાની તાકીદની જરૂર છે.