અસલ પોલારોઈઝ્ડ લેન્સીસની શોધક અને 80 વર્ષથી દુનિયાભરના લાખ્ખો લોકો માટે પોપ કલ્ચરનું પ્રતીક બની રહેલી બ્રાન્ડ પોલારોઈડ આઈવેર દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર અનુષ્કા શર્મા સાથે નવું સ્પ્રિંગ/ સમર 2018 આઈવેર કલેકશન રજૂ કરવામાં આવ્યું છે. બ્રાન્ડને સ્ટાઈલની અત્યાધુનિકતા પર ફરી એક વાર મૂકતાં નવું કલેકશન રંગો અને આકારોનો વિસ્ફોટ છે.
પોલારોઈડના નવા આઈવેર કલેકશન વિશે બોલતાં આઈએમઈએ અને એપીએસીના મેનેજિંગ ડાયરેક્ટર કાયરિયાકોઝ કોફિનાઝે જણાવ્યું હતું કે સ્ટાઈલ, પ્લેફુલ અને કૂલ જેવાં બ્રાન્ડનાં તત્ત્વોને જીવંત કરતાં પોલારોઈડનું અનુષ્કા શર્મા સાથે નવું કલેકશન નવી અને અત્યંત સુંદર લૂકનો આગ્રહ રાખતા યુવા મિલેનિયલ્સ સાથે જોડે છે.