અમદાવાદ પાસે ચીલોડા ખાતે આવેલી આધારશિલા સ્કૂલમાં વાર્ષિક આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર કેજીથી ધોરણ ૪ સુધીનાં બાળકો દ્વારા ડાન્સ કાર્યક્રમ યોજાયો તથા ધોરણ ૫ થી ૧૦નાં બાળકો દ્વારા નાસ્તાનાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સાથે સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણ કરવામાં આવ્યું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત...
Read more