આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યા રહે છે. કોઇ વ્યક્તિને વધારે ઉંઘ આવતી રહે છે. જરૂર કરતા વધારે ઉંઘ આવવાની સ્થિતીમાં જરૂરી છે કે શરીર તરફથી આપવામાં આવેલા સંકેતો તરફ ધ્યાન આપવામા ંઆવે. સાથે સાથે સંકેતોને સમજીને નિષ્ણાંતોની સલાહ સાથે આગળ વધવામાં આવે. જરૂર કરતા વધારે ઉંઘ આવવા માટેના કેટલાક કારણ હોઇ શકે છે જેમાં આયરનની કમી, કોઇ બિમારી હોવી, બ્રેકફાસ્ટ મિસ કરવાની ટેવ, વર્ક આઉટ ન કરવાની ટેવ, પુરતા પ્રમાણમાં પાણી ન પીવાની ટેવ, ફોન એડિક્શન અને કેફીનનો વધારે પડતો ઉપયોગ સામેલ છે.
હમેંશા ઉંઘતા રહેવાની ઇચ્છા અને થાક આયરનની કમીના કારણે થાય છે. એનિમિયા, થાયરાઇડ, સુગર અને કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધી જવાની બાબત પણ વધારે ઉંઘ તરફ પ્રેરિત કરે છે. હાઇપોથાઇરોઇડ અને ડાયાબિટીસની સ્થિતીમાં શરીરમાં મેટાલિજમ બગડી જાય છે. જેના કારણે કોશિકાઓને પુરતા પ્રમાણમાં ભોજન નહીં મળવાની સ્થિતીમાં આ સ્થિતી સર્જાય છે. આના કારણે શરીરની ઉર્જા ઝડપથી ખતમ થાય છે. જેથી થાક અને ઉંઘનો અનુભવ થાય છે. બ્રેક ફાસ્ટ મિસ કરવાની ઘણાને ટેવ હોય છે. મેટાબોલિજમને શરૂ કરવા માટે દરરોજ સવારમાં બ્રેકફાસ્ટ જરૂરી હોય છે. નાસ્તો ન કરવાની સ્થિતીમાં દિવસ દરમિયાન થાક લાગે છે.
પ્રોટીન, ગુડ ફેટના કોમ્બિનેશનવાળા નાસ્તાની જરૂર હોય છે. શરીરમાં પાણીની કમી હોવાની સ્થિતીમાં પણ થાકનો અનુભવ થાય છે. ભરપુર પ્રમાણમાં પાણી પીવાથી ફાયદો થાય છે. જ્યારે ભરપુર પ્રમાણમાં પાણી ન પીવાથી લોહીનુ વોલ્યુમ ઘટી જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સીડન અને જરૂરી પૌષક તત્વોના સંચારની ગતિ ઘટી જાય છે. હમેંશા ફોન પર ચોંટી રહેવાની બાબત પણ થાક માટેનુ કારણ છે. હાલના સમયમાં આ સમસ્યા તમામને જોવા મળે છે. હકીકતમાં લાંબા સમય સુધી સ્ક્રીનપર નજર રાખવાથી શરીરના પૂર્ણ સિસ્ટમ પર તેની અસર થાય છે. જેથી નિંદ આંડે તકલીફ ઉભી થાય છે. આના કારણે સુસ્તી આવતી રહે છે. ચા અને કોફી વધારે પ્રમાણમાં શરીરમાં જવાથી ઉંઘને પ્રતિકુળ અસર થાય છે. નિૅંદ પુરી ન થવાની સ્થિતીમાં પણ નિંદ સતત આવતી રહે છે. આની સીધી અસર કામ પર જોવા મળે છે.