નવી દિલ્હી : ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગ દુનિયામાં સૌથી વધુ વૃદ્ધિ પામતાં બજારસ્થળમાંથી એક છે. આ ઉદ્યોગની મહત્વપૂર્ણ, સતત માગણી અને વધતી આવશ્યકતાઓને પહોંચી વળવા માટે કમર્શિયલ વેહિકલ્સમાં આગેવાન ટાટા મોટર્સે ઈ-કોમર્સ ઉદ્યોગ માટે સૌપ્રથમ પરિપૂર્ણ પ્રયોગાત્મક પ્રદર્શનમાં ૧૩ સંપૂર્ણ નિર્મિત, ઉપયોગ માટે તૈયાર વાહનોની સંપૂર્ણ શ્રેણી રાખી છે. આ ઉપયોગ માટે તૈયાર સંપૂર્ણ નિર્મિત નિવારણોની વ્યાપક શ્રેણી ખાસ ઈ-કોમર્સ ઉદ્યોગ માટે ખાસ વિકસાવી છે, જે હબ-ટુ-હબ-ટુ- સ્પોક ટ્રાન્સપોર્ટેશન અને પરિપૂર્ણ ડિલિવરી આવશ્યકતાઓમાં દરેક એકલ એપ્લિકેશનને પહોંચી વળી શકે છે. ગુરગાવના દેવીલાલ સ્ટેડિયમમાં વિશાળ ઈ-કોમર્સ એક્સપો ૨૦૧૯નું આયોજન કરાયું હતું, જેમાં કંપનીએ એસસીવી, આઈએલસીવી અને એમએચસીવી સેગમેન્ટમાં અમુક સૌથી વધુ વેચાતા પ્રકાર પ્રદર્શિત કર્યા હતા.
ટાટા મોટર્સે પોતાના ડિઝાઈન એન્જિનિયરો અને એફબીવી ટીમને પરોવીને ટોચની ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વેન્ડરોને રોકીને તેમની ઈચ્છા અનુસાર ડિઝાઈન અને ફીચર્સમાં તેમની આવશ્યકતાઓને સમાવીને ઈ-કોમર્સ ઉદ્યોગની અચૂક આવશ્યકતાઓનેં વ્યાપક રીતે પહોંચી વળ્યા પછી આ સંપૂર્ણ નિર્મિત ઉપયોગ માટે તૈયાર નિવારણો વિકસાવ્યાં હતાં.
છેલ્લી ઘડીના વિતરણ માટે ટાટા મોટર્સે બેસ્ટસેલિંગ એસ મંચ પર તેની શ્રેણી ઈ-કોમર્સ ગૂડ્સ માટે એસ ડિલિવરી વેન, ઈ-કોમર્સ પેકેજીસ માટે એસ ઝિપ પેનલ વેન અને ભરપૂર માલોના પરિવહન માટે સુપર એસ મિંટ એક્સપીએસ થકી તેની વર્સેટાલિટી પ્રદર્શિત કરી છે. અત્યાધુનિક ટેકનોલોજી, ઉપયોગમાં આસાન અને સુવિધાજનક, કક્ષામાં અવ્વલ માઈલેજ સાથે કાર્યક્ષણ અને વિશ્વસનીય કામગીરી અને અત્યંત ખર્ચ- અસરકારક નિવારણોથી સમૃદ્ધ આ વાહનો ઉત્કૃષ્ટ ડિઝાઈન, ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યક્ષમતા, દીર્ઘ સેવા આયુષ્ય અને તેની વર્સેટાલિટી માટે જ્ઞાત હોઈ ઘણા બધા ઉપયોગ માટે વિવિધ ગ્રાહકલક્ષીતાને ટેકો આપે છે, જેથી ઈ-કોમર્સ ઉદ્યોગ માટે વધુ સ્માર્ટ નિવારણો અભિમુખ ભનાવે છે. આ વાહનો કસ્ટમાઈઝ્ડ પેલોડ્સ અને ડેક લેન્ગ્થ્સ સાથે આવે છે, જે ફળો, શાકભાજીઓ અને ઓટો પાર્ટસ જેવા ભારે વજનના વ્હાઈટ ગૂડ્સ જેવા હલકા માલોનું વહન કરે છે. ટાટા સુપર એસ મિંટ ઈન્સ્યુલેટેડ કન્ટેઈનર દૂધ, દુગ્ધ ઉત્પાદનો, ફળો અને શાકભાજીઓ તથા માંસ વગેરે જેવા નાશક માલોના હવામાન નિયંત્રિત પરિવહનની સુવિધા આપે છે.
હબ-ટુ- ટ્રાન્સપોર્ટેશન આવશ્યકતાઓ માટે કંપનીએ અલ્ટ્રા ટ્રક્સની આધુનિક નવી રજૂ કરેલી સિરીઝ પર લાઈટ અને ઈન્ટરમિજિયેટ કમર્શિયલ વાહનોની શ્રેણી પ્રદર્શિત કરી છે, જેણે અત્યંત ટૂંક સમયમાં જ પૂરતી વૃદ્ધિ નોંધાવી છે. એક્ઝિબિટ્સમાં ૨૪ એફટી એમએસ કન્ટેઈનર ઓન અલ્ટ્રા ૧૫૧૮/ ૫૩, ૨૦ એફટી એમએસ કન્ટેઈનર ઓ અલ્ટ્રા ૧૦૧૪/ ૪૫, ૨૦ એફટી એમએસ રીફર ઓન અલ્ટ્રા ૧૦૧૪/ ૪૫, ૩ સાઈડ ઓપનેબલ- એમએસ કન્ટેઈનર ઓન અલ્ટ્રા ૧૫૧૮ /૫૩, ૨૨ એફટી એમએસ કંટ્રોલર ઓ એલપીટી ૧૪૧૨/ ૪૮ અને ૧૦ એફટી એમએસ કન્ટેઈનર ઓન એસએફસી ૪૦૭/ ૩૩નો સમાવેશ થાય છે. સંપૂર્ણ શ્રેણી ઈ-કોમર્સ, ઔદ્યોગિક માલો, ઓટો કમ્પોનન્ટ, એફએમસીજી, કૃષિ ઉત્પાદનો, પીણાં, ફાર્મા અને વ્હાઈટ ગૂડ્સ ઈન્ડસ્ટ્રીઝની વધતી જરૂરતોને પહોંચી વળશે.
હબ-ટુ- હબ પરિવહન આવશ્યકતાઓ માટે એમએચસીવીના પોર્ટફોલિયોમાંથી સંપૂર્ણ નિર્મિત નિવારણોની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. આ વાહનો ખાસ ઈ-કોમર્સ ઉદ્યોગ માટે નિર્માણ કરવામાં આવ્યાં હોઈ તે વિશેષ આધુનિક ફીચર્સ સાથે કસ્ટમાઈઝ્ડ હોઈ વિશેષ આવશ્યકતાઓને પહોંચી વળે છે. ૨૪ એફટી રેફ્રિજરેટેડ કન્ટેઈનર ઓન એલપીટી ૧૬૧૩/ ૫૨ અને ૩૨ એફટી રેફ્રિજરેટેડ કન્ટેઈનર ઓન એલપીટી ૨૫૧૮/ ૬૮ ફ્રોઝન ફૂડ્સ, આઈસક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ, ફળો અને શાકભાજીઓ તથા ફાર્મા જેવા કોલ્ડ ચેઈન પુરવઠાઓની વધતી માગણીને પહોંચી વળવા માટે ઉત્તમ સુસજ્જ છે. ૩૧ એફટી એમએસ કન્ટેઈનર ઓન સિગ્ના ૨૮૧૮/ ૬૮ એએમટી વાહન આધુનિક સુરક્ષા, સલામતી અને સર્વેલન્સ ફીચર્સ (જેમ કે, એન્ટી ફ્યુઅલ થેફ્ટ, ડિજિટલ લૂક્સ, રિવર્સ ર્પાકિંગ અને ઈન-કન્ટેઈનર કેમેરાઝ, લોડ સેન્સર્સ, ડોર ઓપનિંગ સેન્સર્સ) સાથે સમૃદ્ધ ઉપયોગમાં તૈયાર ટ્રકના બેજોડ લાભોને જોડે છે અને અવ્વલ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને હિલ સ્ટાર્ટ એઈડ ડ્રાઈવિંગની ખુશી અને આરામ આપવામાં કક્ષામાં અવ્વલ છે. ૩૨ એફટી એમએસ કન્ટેઈનર ઓન એલપીટી ૧૬૧૮/ ૬૮ ટર્બોટ્રોન ભાવિ તૈયાર ટાટા ૫.૦ લિ ૪ સિલિંડર ટર્બોટ્રોન એન્જિન દ્વારા પાવર્ડ છે, જે મહેસૂલ અને ટીસીઓ એમ બંને પાસાં પર ઉત્કૃષ્ટ લાભ આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તે હોલ ઈકોમર્સ શિપમેન્ટ્સ, ઓટો પાર્ટસ, ટાયર્સ, કૃષિ ઉત્પાદનો, વ્હાઈટ ગૂડ્સ, એફએમસીજી, પાર્સલ્સ અને કુરિયર જેવા વિવિધ માલોના પરિવર્તન માટે અનુકૂળ છે. આ બધી પ્રોડક્ટો માલિકીનો કુલ ખર્ચ ઓછી કરીને અને ડ્રાઈવરને આરામ અને ડ્રાઈવિંગમાં સુરક્ષા પ્રદાન કરીને સુધારિત નાણાકીય વળતરો થકી પડકારજનક બજારના વાતાવરણને પહોંચી વળવામાં ગ્રાહકોને મદદરૂપ થવા સુસજ્જ છે.
આ અવસરે બોલતાં ટાટા મોટર્સના સીવીબીયુના પ્રેસિડેન્ટશ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે વધતી આવકો, વધતો સરકારી ટેકો અને ઈન્ટરનેટ ઉપભોક્તાઓમાં આવેલો ઉછાળો ધ્યાનમાં લેતાં ભારતીય ઈ-કોમર્સ બજાર ૨૦૧૭માં ૩૮.૫ અબજ ડોલરથી વધીને ૨૦૨૬માં ૨૦૦ અબજ ડોલરે પહોંચવાની ધારણા છે. આજે કંપનીઓ તેમનાં વિતરણ કેન્દ્રો વધારી રહી છે અને તેમનો કાફલાનો આકાર ગ્રાહકોની વધતી માગણીને પહોંચી વળશે. અમે માનીએ છીએ કે ઈ-કોમર્સ એક્સપો ૨૦૧૯ ટ્રાન્સપોર્ટરો અને ઈ-કોમર્સ ખેલાડીઓની વધતી માગણીઓને પહોંચી વળવા માટે મંચ તરીકે કામ કરશે અને તેમને ગ્રાહકલક્ષી વિશિષ્ટતાઓ સાથે તેમને સંપૂર્ણ નિર્મિત પ્રોડક્ટ્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પૂરી પાડશે. અમારી પ્રોડક્ટ ઓફર થકી અમે નવા યુગની પ્રોડક્ટો અને સ્માર્ટ નિવારણો માટે આમૂલ પરિવર્તન કર્યું છે.