અમરોહા : નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા અમરોહામાં ફરી એકવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા બે શકમંદના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સવારે પણ કાર્યવાહી યથાવત રીતે જારી રહી હતી. એનઆઇએની સાથે ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ પણ દરોડાની કાર્યવાહીમાં સામેલ થઇ હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજામાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં જ પકડી પાડવામાં આવેલા શંકાસ્પદોના સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
૩૦મી ડિસેમ્બરની રાત્રે ઉત્તરપ્રદેશના અમરોહામાંથી ૧૦ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તે પહેલા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસની ટીમે ૨૬મી ડિસેમ્બરે આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એÂન્જનિયર સુધીના ખતરનાક શખ્સો હતા. આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા સવારથી જ ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન ૧૨ પિસ્તોલ, સ્વદેશી બનાવટના રોકેટ લોન્ચરો મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને એક લેપટોપ, શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક ગેજેટો અને દારુગોળાનો જથ્થો મળી આવ્યો હતો. પોતાના નાણાંથી આ ગતિવિધિ ચાલી રહી હતી. પોતાના ઘરેથી સોનાની ચોરી કરવામાં આવી રહી હતીઅને પોતાની પ્રવૃત્તિ માટે ફંડ એકત્રિત કરવાની ગતિવિધિ ચાલી રહી હતી. એનઆઈએ દ્વારા ૧૭થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી હતી. ૧૬ શકમંદોની પુછપરછ કરાયા બાદ ૧૦ની ધરપકડ કરાઈ હતી જેમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે.