નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી યોજાઈ હતી. રામલીલા મેદાનમાં વિહિપના હજારો કાર્યકર એકત્રિત થયા હતા.દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમો મારફતે સંસદના શિયાળુ સત્રથી પહેલા મોદી સરકારઉપર રામ મંદિરને લઇને વટહુકમ લાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે.
રામલીલામેદાનમાં કાર્યકરોને સંબોધતા સંઘના સરકાર્યવાહક સુરેશ ભૈયાજી જાશીએ મોદી સરકારનેઅલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, રામ મંદિરની ભીખ માંગવામાં આવી રહીનથી. સરકારને કાનૂન બનાવવાની જરૂર છે. સંઘના પ્રમુખ નેતા ભૈયાજી જોશીએ પોતાનાભાષણમાં સુપ્રીમ કોર્ટ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કોર્ટની પ્રતિષ્ઠા જળવાઇ તે પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યાવિવાદ ઉપર સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. ભૈયાજી જોશીએ કહ્યું હતં કે,ન્યાય પાલિકાને લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ.
દેશમાં ન્યાય વ્યવસ્થા, ન્યાયપાલિકા પ્રત્યે અવિશ્વાસ જાગે તેબાબત યોગ્ય નથી. આના ઉપર વિચારણા કરવાની જરૂર છે. આ રેલી મુખ્ય રીતે વિશ્વ હિન્દુપરિષદની હતી પરંતુ સંઘે આ બહાને અયોધ્યા વિવાદ પર મોદી સરકારને કઠોર સંદેશો આપવાના પ્રયાસ કર્યા છે. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકોએ પણ ઘોષણા કરી છે કે, મંદિર ત્યાં જ બનાવવામાં આવશે. હવે સંકલ્પ પૂર્ણ કરવાનો સમય આવી ગયોછે. કોઇપણ ખચકાટ વગર આને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સંઘસર કાર્યવાહકે કઠોરશબ્દોમાં કહ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકોએ જનભાવનાઓનું સન્માન કરવું જોઇએ.
અમે રામમંદિરને લઇને કોઇ ભીખ માંગી રહ્યા નથી. જોશીએ એમ પણ કહ્યું હતું કે, અમેકોઇની સાથે સંઘર્ષ ઇચ્છતા નથી. કોઇપણ પ્રકારની પૂજાપદ્ધતિઅપનાવનાર લોકો હોય અમને કોઇ વિરોધ નથી. વિહિપની રેલીને સંબોધતા જાશીએ કહ્યું હતુંકે, મંદિર નિર્માણની બાબતને સંપ્રદાય સાથે જાડીનેજાવાની જરૂર નથી. મંદિરનું નિર્માણ ભવિષ્યમાં રામ રાજ્યના નિર્માણ તરફ દોરી જશે.દેશપર હુમલા કરનાર લોકોના નિશાનો પણ દૂર થઇ જશે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇરહ્યું છે ત્યારે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આને લઇને અભૂતપૂર્વસુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઇપણ હિંસાને ટાળવા તમામ પગલા લેવામાં આવ્યાહતા. બીજી બાજુ મંદિર નિર્માણને લઇને ગતિવિધિ દેશના અન્ય ભાગોમાં પણ તીવ્ર કરવામાંઆવી છે.