ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં વર્ષ ૨૦૧૬ માટેના સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અને સંગીત નાયક અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
ગુજરાતના યોગેશ ગઢવીને લોકસંગીત માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. યોગેશભાઇએ લોક સંગીત ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. આ સમારંભમાં ચાર પ્રતિભાઓને ફેલોશિપ (અકાદમી રત્ન) અને સંગીત, નૃત્ય અને થીયેટરના ૪૩ કલાકારોને અકાદમી એવોર્ડથી સમાંનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે કળા લોકોને સંસ્કૃતિ સાથે જોડે છે. તે લોકોમાં પારસ્પરિક સંબંધ પણ બનાવે છે. રાષ્ટ્રીય ગીત ગાતા કે સાંભળતા દરેક નાગરિક પોતાની વ્યક્તિગત આકાંક્ષાઓથી ઉપર ઉઠી જાય છે. કલાકારોએ કળાની આ શક્તિને આપણા સમાજ અ દેશ હિતમાં ઉપયોગ કરવી જોઇએ.
રાષ્ટ્રપતિએ લોકસંગીત, નૃત્ય, થિયેટર અને પારંપરિક લોક કળાના ક્ષેત્રોમાં કલાકારોનું સમ્માન કરવા માટે સંગીત, નાટક અકાદમીની પ્રશંસા કરી. વધુમાં તેમણે જણાવ્યું કે આ લોક કળાઓએ આપણા દેશની પારંપરાને જીવિત રાખી છે.
સંગીત નાટક અકાદમીની ફેલોશિપ અને સંગીત નાટક અકાદમીના એવોર્ડને કલાકારો, પ્રશિક્ષકો અને કલા વિદ્વાનોમાં સર્વોત્તમ રાષ્ટ્રીય સમ્માનના રૂપમાં ઓળખવામાં આવે છે.