થિરુવનંતપુરમ : સઘન સુરરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે આજે સબરીમાલા મંદિરને ખાસ પુજા માટે ૨૪ કલાકથી વધારે સમય માટે ફરી ખોલી દેવામાં આવતા ઉત્તેજના રહી હત. આજે મંદિરને ખોલી દેવામાં આવ્યા બાદ આવતીકાલે મંદિરને રાત્રે ૧૦ વાગે ફરી બંધ કરી દેવામા આવનાર છે. સબરીમાલા વિસ્તારને છાવણીમાં ફેરવી દેઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હત. હજારોની સંખ્યામાં પોલીસ અને સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં છઠ્ઠી નવેમ્બર સુધી કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે.
પમ્બાથી લઇને સન્નીધનમ વચ્ચે ૧૫૦૦ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચોથીથી છઠ્ઠી નવેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ગયા મહિનામાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની તક મળી ન હતી. હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો હતો અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટના આદેશની સામે ગયા મહિનામાં ખૂબ હિંસક પ્રદર્શન થયા હતા. આને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર તરફથી ચોથીથી છઠ્ઠી નવેમ્બર દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને સન્નીધનમ, પમ્બા, નિલાક્કર અને ઇલાવંકુલમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. નવેસરના આંકડા મુજબ ગયા મહિને મંદિર વિસ્તારમાં તથા બીજા સ્થળો પર ૧૬મીથી ૨૨મી ઓકટોબર અને સોમવાર સુધી અડચણો ઉભી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને ૩૫૦૫ સુધી પહોંચી ગઈ હતી. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫૨૯ લોકોની સામે કેસ દાખલ કરાયો હતો. મંદિર પાંચ નવેમ્બરના દિવસે ખુલશે અને ત્યારબાદ ૧૬મી નવેમ્બરના દિવસે આશરે બે મહિનામાં બે વાર્ષિક તિર્થયાત્રા માટે મંદિરને ખોલી દેવામાં આવશે.
સરકાર એકબાજુ કોર્ટના ચુકાદાને કોઈપણ કિંમતે લાગુ કરવાની વાત કરી રહી છે. બીજી બાજુ ભાજપ અને અન્ય પક્ષોના લોકો નિર્ણયની સામે રસ્તા પર આવી ગયા છે અને સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓને ટેકો આપી રહ્યા છે. ભાજપે બીજા તબક્કામાં આંદોલન મંગળવારથી શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે આગામી રથયાત્રામાં પાર્ટીને બિશપ અને મૌલાનાનું પણ સમર્થન છે. ભાજપની એનડીએ સરકારે છ દિવસ માટે રથયાત્રા યોજવાની જાહેરાત કરી દીધી છે. મંદિરના કપાટમાં ભાજપ પ્રમુખ અમિત શાહ સામેલ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સબરીમાલા મંદિરમાં જઈને પૂજા કરવાની બાબત તેમના વિવાદાસ્પદ નિર્ણય બાદ આવી છે. દિવાળી પહેલા મંદિરને ફરી ખોલવામાં આવ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળો સામે શાંતિ જાળવી રાખવા માટેનો મોટો પડકાર ઉભો થઇ ગયો છે. આવતીકાલ સુધી મંદિર ખુલ્લુ રહેનાર છે.