ખબરપત્રી,અમદાવાદઃ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ખાતે સર્જન ગ્રુપ દ્વારા લિખિત પુસ્તક ‘માઇક્રોફિક્શન-૨’ અને ડો. હાર્દિક યાજ્ઞિક દ્વારા લેખિત પુસ્તક ‘ટૂંકૂને ટચ’ નું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ખાતે જાણીતા લેખક મધુરાય, જાણીતા લેખક ક્રિષ્નકાંત ઉનકટ, મેહૂલ બૂચ અને નિલમ દોશી ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્ય આકર્ષણ તરીકે ભદ્રંભદ્ર, અલીડોસા અને સાંસાઇના પાત્રો રહ્યાં હતા. જેઓએ પોતાના પાત્રોને આગવી શૈલીમાં ખૂબ જ સરસ રીતે રજૂ કર્યાં હતા અને માઇક્રોફિક્શન વાર્તાને પ્રમોટ કરી. કાર્યક્રમનું સંચાલન જાણીતા રંગમંચના કલાકાર મેહૂલ બૂચ દ્વારા કરવામાં આવ્યું હતુ.
સર્જન ગ્રુપના સાથે સંકળાયેલા તથા અન્ય જાણીતા નામો જેવા કે સંકેત વર્મા, નિલમ દોશી, ધલવ સોની, હાર્દિક યાજ્ઞિક, મેહૂલ બૂચ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાઓ ખૂબ જ આંકર્ષક રીતે રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોતાના પ્રાંસગિક સંબોધનમાં લેખક શ્રી મધરાયે જણાવ્યું કે માઇક્રોફિક્શન એ ફિક્શનની વ્યાખ્યા હોય છે તેનાથી એક ડગલુ આગળ છે.
જ્યારે લેખકશ્રી ક્રિષ્નકાંત ઉનડકટે જણાવ્યું કે મારા શબ્દોમાં કહું તો માઇક્રોફિક્શન એ ગદ્યનું હાઇકુ છે. વનલાઇનરમાં સંવેદના જરૂરી છે. સર્જન નાનું છે કે મોટુ છે તે મહત્વનું હોતુ નથી, પરંતુ સર્જનમાં સંવેદના મહત્વની છે. તેઓ એ માઇક્રોફિક્શનના લેખકોને જણાવ્યું કે લખવાનું ચાલુ રાખશો બ્રેક તો આવે જ છે પણ લખવાનું ચાલુ રાખવુ જરૂરી છે તથા માઇક્રોફિક્શનના વિષય પરથી નવલકથા પણ લખી શકાય છે. નવલકથા પણ એટલી જ જરૂરી છે.