મુંબઇ: શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઓગસ્ટ એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ આવતીકાલે થઇ રહી છે ત્યારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૦.૫૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૭૨૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૧૬૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૦.૩૭ ટકા ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને અન્ય શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં પણ ૦.૧૬ ટકાનો ઘટાડો રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા ડોલરનું વેચાણ કરે તેવી શક્યતા છે. મૂડીરોકાણકારોએ હવે જીડીપીના આંકડાને લઇને રાહ જાઈ રહ્યા છે. જૂન ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા ૩૧મી ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવનાર છે. એશિયન શેરબજારમાં આજે અફડાતફડી જાવા મળી હતી. જાપાની શેરમાં પણ પ્રવાહી Âસ્થતિ જાવા મળી હતી. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા રૂપિયાની મુવમેન્ટ ઉપર નજર રાખે છે. ઘર આંગણે ડોલરની સામે રૂપિયાની હાલત હાલ કફોડી બનેલી છે. ગુરુવારના દિવસે એફએન્ડઓ અવધિ પૂર્ણ થશે. માઇક્રો મોરચે પણ નવા આંકડા જારી કરવામાં આવનાર છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે.
કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે, જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે .ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે.
કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે. ગઇકાલે મંગળવારે સેંસેક્સ ૨૦૩ પોઇન્ટ ઉછળીને ૩૮૮૯૭ની સપાટીએ પહોંચ્યો હતો.નિફ્ટી ગઇકાલે ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૯ની સપાટીએ રહ્યો હતો.