ભંસાલીની બહુ ચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’ માટે સારા સમાચાર આવ્યા છે. સેન્સર બોર્ડે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પદ્માવતી’ને લીલી ઝંડી આપી દીધી છે, જરૂરી બદલાવ સાથે આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થઇ શકે છે. ૨૮ ડિસેમ્બરે યોજાયેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ સેન્સર બોર્ડ ‘પદ્માવતી’ને ક્લીયરંસ સર્ટીફિકેટ આપવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ફિલ્મને ૧૨ વર્ષ સુધીના બાળકો તેમના માતા-પિતાના નિર્દેશનમાં નિહાળવી પડી એવું બની શકે, કારણ કે સેંસર બોર્ડે સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ને U/A સર્ટિફિકેટ આપવા પર વિચાર કરી રહ્યું છે.
આ ફિલ્મના નામને લઇને સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તેથી જ ફિલ્મનું નામ ‘પદ્માવતી’ થી ‘પદ્માવત’ કરવાની સલાહ આપવામાં આ છે. આ ફિલ્મ ઘણાં સમયથી વિરોધમાં ઘેરાયેલી છે, આ પહેલા આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી.