વિરાટ અને અનુષ્કાનાં લગ્ન ચારે બાજુ ચર્ચાનો વિષય છે. તેમાં પણ અનુષ્કાના વેડિંગ ડ્રેસની ખુબ જ ચર્ચા થઈ. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા લાઈટ ફ્લોરલ વેડિંગ ડ્રેસમાં અનુષ્કાએ સૌના દિલ જીતી લીધા હતા. તે બાદ લગ્નની સિઝનમાં અનુષ્કા જેવા ફ્લોરલ વેડિંગ ડ્રેસની ડિમાન્ડ વધી ગઈ છે. ફેશન ડિઝાઈનર, શોપ કિપર, બ્યુટિશિયન અને વેડિંગ પ્લાનરનાં રીપોર્ટ પ્રમાણે આ વર્ષે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં આવનાર મેરેજમાં ફ્લોરલ વેડિંગ ચણિયાચોલી ફેશનમાં રહેશે.
જે યુવતિઓને ટિપિકલ રેડ એન્ડ વ્હાઈટ વેડિંગ ડ્રેસ ન પહેરવા હોય તેનાં માટે બેસ્ટ ઓપ્શન છે.
પિંકિંશ ફ્પીંલોરલ ડિઝાઈનમાં કપલ વેડિંગ ડ્રેસ પણ સુંદર લાગી શકે છે.
દુલ્હનની બહેનો પણ લગ્નમાં ફ્લોરલ અને પેસ્ટલ ડ્રેસ પહેરવા પસંદ કરી રહ્યાં છે.