શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુંછમાં સ્થિત બાબા બુડ્ડા અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. જમ્મુના યાત્રી નિવાસ ભગવતીનગરથી આશરે એક હજાર શ્રદ્ધાળુઓની ટીમ ૨૨ જુદી જુદી ગાડીઓમાં રવાના થઇ હતી. આ જથ્થામાં તમિળનાડુ, સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાંથી આવેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હતા. એવી માન્યતા છે કે જ્યાં સુધી બુડ્ડા અમરનાથના દર્શન કરવામાં આવતા નથી ત્યાં સુધી અમરનાથ યાત્રા અધુરી રહે છે.
બીજી બાજુ અમરનાથ દર્શન માટે શ્રદ્ધાળુઓનો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. દરમિયાન સવારમાં સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. કાશ્મીર ખીણ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. જુદા જુદા વાહનોના કાફલામાં શ્રદ્ધાળુઓ રવાના કરવામાં આવ્યા હતા. હજુ સુધી અમરનાથમાં શ્રદ્ધાળુઓ સતત પહોંચી રહ્યા છે. અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે રવાના થયા હતા.
આજે શ્રદ્ધાળુઓની નવી ટુકડી ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થઇ હતી. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયેલી અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.
જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે.