ધડકનું સોંગ રિલીઝ થયુ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મરાઠી ઇન્ડસ્ટ્રીની સુપર હિટ ફિલમ સૈરાટની રિમેક વિષે છેલ્લા 1 વર્ષથી ચર્ચા હતી. શ્રીદેવીની દિકરી જ્હાન્વી અને શાહિદ કપૂરના સાવકા ભાઇ ઇશાન ખટ્ટરને લઇને કરન જોહરે ફિલ્મ ધડક બનાવવાની ઘોષણા કરી હતી. તે ફિલ્મનું ટ્રેલર આવતા જ તેના વ્યૂઝનાં આંકડા લાખોને પાર કરી ગયા છે.

હવે ધડકનું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયુ છે. ત્યારે તે ગીતને પણ લોકોએ ખૂબ પસંદ કર્યુ છે. જ્હાન્વી કપૂરનું આ ડેબ્યુ છે. ધડક માટે તે ખુબ ગંભીર છે, કારણકે બોલિવુડમાં ઘણી વાર એવુ થયુ છે કે ડેબ્યુ ફિલ્મ ફ્લોપ જતાં જ સ્ટારકિડ પણ ખોવાઇ જતાં હોય છે. હવે જ્હાન્વીને આ ફિલ્મથી ખૂબ અપેક્ષા છે.

ઇશાન અને જ્હાન્વી અવાર નવાર સાથે જોવા મળે છે. બી ટાઉનમાં તો જહાન્વી અને ઇશાન વચ્ચે ઇલુ ઇલુ થઇ રહ્યુ હોવાની ચર્ચા પણ છે. આ સોંગને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

ધડકના ટાઇટલ ટ્રેકને શ્રેયા ઘોષાલ અને અજય ગોગાવાલેએ ગોયુ છે. જેમાં ઇશાન અને જ્હાન્વી રોમેન્ટિક થઇ રહ્યાં છે. હોળીના દ્રશ્યો પણ સોંગમાં જોવા મળશે. હવે ફિલ્મ રિલીઝ થાય ત્યારે ખબર પડશે કે ધડક ઓરીજીનલ ફિલ્મ સૈરાટ જેવી જ હિટ સાબિત થાય છે કે કેમ. વેલ, દરેકને આ ફિલ્મ રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઇને બેઠા છે.

Share This Article