6 જુલાઈના રોજ વિયેતજેટ દ્વારા વિધિસર રીતે હો ચી મિન્હ સિટી (વિયેતનામ) અને કોચી (ભારત) વચ્ચે સીધા રુટ રજૂ કર્યા છે, જે 12 ઓગસ્ટ, 2023થી ઉડાણ શરૂ કરશે.
કેરળથી વિયેતનામના પ્રથમ સીધા રુટ કોચી એરપોર્ટ અને બે દેશોના પર્યટન ઉદ્યોગના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. રુટ 12 ઓગસ્ટ, 2023ના રોજ શરૂ કરાશે ત્યારે વિયેતજેટ કુલ 32 સાથે ફ્લાઈટ વિયેટનામ- ભારત વચ્ચે સાપ્તાહિક ચલાવશે. તેને કારણે વિયેતનામ અને ભારત વચ્ચે પર્યટન, આર્થિક અને વેપારી સહકાર અને દ્વિપક્ષી સંબંધોનો વિકાસ વધુ પ્રમોટ થવાની અપેક્ષા છે.
ઈવેન્ટ ખાતે બોલતાં ભારત માટેના વિયેતનામી રાજદૂત સન્માનનીય શ્રી ગુયેન થાન હાયએ જણાવ્યું હતું કે, “કોચી અને હો ચી મિન્હ સિટીને જોડતા રુટ ખોલીને વિયેતજેટે મોટું પગલું લીધું છે, જેને લીધે વિયેતનામ અને દક્ષિણ ભારત વચ્ચે આર્થિક- વેપાર- પર્યટન સહકાર અને લોકથી લોક આદાનપ્રદાન માટે નવી ગતિ નિર્માણ થશે. ખાસ કરીને હો ચી મિન્હ સિટી અને સામાન્ય રીતે વિયેતનામનાં તરફેણકારી ભૌગોલિક સ્થળ સાથે મુલાકાતીઓ વિયેતમાનમાં અને વિયેતનામથી દુનિયાભરના અન્ય દેશો અને પ્રદેશોમાં સ્થળો આસાનીથી જોઈ શકશે. આમ, વિયેતનામ સાથે ભારતીય ટિયર 2 શહેરોને જોડવામાં આગેવાની લેનારા આપણા બે દેશો વચ્ચે સૌથી વધુ એર રુટ્સ સંચાલન કરનારી એરલાઈન વિયેતજેટને આ માટે ખૂબ ખૂબ અભિનંદન.”
“અમને કોચી એરપોર્ટથી હો ચી મિન્હ સિટી સુધી સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની ઘોષણા કરવાની બેહદ ખુશી થાય છે,” એમ કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (સીઆઈએએલ)ના મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ અધિકારી શ્રી એસ સુહાસે જણાવ્યું હતું. “અમને વિશ્વાસ છે કે કેરળ અને વિયેતનામ વચ્ચે સીઆઈએએલથી આ નવા એર રુટ લોન્ચ કરવાથી પર્યટન ઉદ્યોગમાં નોંધપાત્ર સિદ્ધિ બની રહેશે, જે પ્રવાસીઓને તેમની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે સુવિધાજનક અને સીધા પરિવહન વિકલ્પ પૂરા પાડશે. ઉપરાંત નવા એર રુટ ખૂલવાથી એરપોર્ટની કામગીરીના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ અવસર બની રહેશે, જે અમારી કંપનીને આર્થિક વૃદ્ધિ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે નવી ક્ષિતિજો ખોલવામાં મદદરૂપ થશે,”, એમ તેમણે ઉમેર્યું હતું.
વિયેતનામ સાથે ભારત વચ્ચે કનેક્ટિવિટી વિસ્તારવાની વ્યૂહાત્મક વ્યૂહરચનાના ભાગરૂપ કોચી- એચસીએમસી રુટ દરેક સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે સપ્તાહમાં 4 ફ્લાઈટની સાતત્યતા સાથે સંચાલન કરશે. કોચીથી ફ્લાઈટ 23.50 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને હો ચી મિન્હ સિટીમાં 06.40 (સ્થાનિક સમય) કલાકે આગમન કરશે. વળતી ફ્લાઈટ હો ચી મિન્હ સિટીથી 19.20 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને કોચીમાં 22.50 (સ્થાનિક સમય) કલાકે આગમન કરશે. ઉપરાંત ભારતીયો મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદથી હેનોઈ અને હો ચી મિન્હ સિટી સુધી અનુક્રમે વિયેતજેટની ફ્લાઈટો પર વિયેતનામમાં ઉડાણ કરી શકે છે.
આ અવસરે બોલતાં કોમર્સના વિયેતજેટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી જય એલ લિંગેશ્વરાએ જણાવ્યું હતું કે, “આ નવા રુટ સાથે વિયેતજેટ વિયેતનામ અને ભારત વચ્ચે કનેક્ટિવિટી વધારશે, કારણ કે એરલાઈન આ બે દેશોને જોડતા ફ્લાઈટ રુટ ધરાવે છે. અમે વિયેતજેટ સ્પર્ધાત્મક અને વાજબી ભાડાં સાથે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી અને સેવાઓ થકી કેરળ, ભારત અને વિયેતનામની પર્યટન વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે એવી અપેક્ષા છે.”
કેરળ ભારતનાં વિકસિત રાજ્યના સમૂહમાં આવે છે, જેનો જીડીપીમાં 8મો / 36મો અને ભારતની માથાદીઠ જીડીપીમાં 6ઠ્ઠો ક્રમ આવે છે. કોચી કેરળ રાજ્યનું મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોઈ તે 31 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે. 2023ના પ્રથમ 5 મહિનામાં બારતમાં વિયેતનામ જનારા 141 હજાર મુલાકાતી જોવા મળ્યા હતા, મુલાકાતીઓની સંખ્યા વર્ષમાં 5,00,000 સુધી પહોંચવાની અપેક્ષા છે. અગાઉ 2022માં વિયેતનામમાં ભારતીય મુલાકાતીઓની સંખ્યા આકર્ષક રીતે વધી હતી, જે 1,37,900 આગમન સુધી પહોંચી હતીને સૌથી વધુ પર્યટકોને વિયેતનામમાં મોકલનાર 10માંથી 9મી બજાર તરીકે ક્રમ મેળવ્યો છે. વિયેતજેટના નવા રુટ ભારતના દક્ષિણીય પ્રદેશમાંથી 10,000થી વધુ પ્રવાસીઓ 2023માં વિયેતનામમાં લાવશે એવી અપેક્ષા છે.
હો ચી મિન્હ સિટી 300 વર્ષના ઈતિહાસ સાથે યુવા, ગતિશીલ શહેર છે. વિવિધ રંગો, ખૂબીઓ અને ધ્વનિઓ પર્લ ઓફ ધ ફાર ઈસ્ટના હોલમાર્કસ હોઈ શહેરે એકલ, યુગલ અને પારિવારિક પ્રવાસ
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more