ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે
ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ દરમિયાન ઉપવાસ રાખનારા મહેમાનો માટે એક સ્પેશિયલ “નવરાત્રી થાળી” તૈયાર કરવામાં આવી છે. નવરાત્રીની આધ્યાત્મિક અને રસોઈકળાને અનુરૂપ બનાવવામાં આવેલી આ થાળીમાં વિવિધ પ્રકારની સાત્વિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્પેશિયલ “નવરાત્રી થાળી”, સાબુદાણાના વડા, સાગો કટલેટ, પનીર મખની, ખાટ્ટા મીઠા કદ્દુ, સમક રાઈસ અને કુટ્ટુ પુરી જેવી અનેક વાનગીઓ સાથે આ ઉત્સવનું પૌષ્ટિક ભોજન પ્રસ્તુત કરે છે. ભોજનના અંતે, રાજગીરાના લાડુ અને સાબુદાણાની ખીર જેવી મીઠાઈઓ ઉત્સવના આનંદમાં વધારો કરે છે. આ “નવરાત્રી થાળી” ખાસ કરીને ગરબા રસિકોને પસંદ આવે તે રીતે બનાવવામાં આવી છે, જે ખરેખર વાઈબ્રન્ટ ગરબા ઉત્સવ પહેલા અને પછી પૌષ્ટિક ભોજન પ્રદાન કરે છે. આ સ્પેશિયલ થાળી, એ વાસ્તવમાં, શુદ્ધ અને અધિકૃત રસોઈકળા દ્વારા સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરવાની ધી લીલા ગાંધીનગરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.