હનીમુન પર જવા માટે ઇચ્છુક નાણાંકીય રીતે શક્તિશાળી કપલ સૌથી પહેલા થાઇલેન્ડ અંગે વિચારે છે. આ બાબત અમે વર્ષોથી જાણીએ છીએ. થાઇલેન્ડ રોમાન્સના દરિયા તરીકે છે તેમ કહી શકાય છે. અહીં આવેલા ખુબસુરત બીચ તમામનુ ધ્યાન ખેંચે છે. થાઇલેન્ડ જવા માટે ઇચ્છુક રહેલા સામાન્ય લોકો બેંકોક જવા સુધીની ગણતરી કરે છે. પરંતુ થાઇલેન્ડમાં કેટલીક એવી જગ્યા રહેલી છે. જેના કારણે લોકો તેમના તરફ આકર્ષિત થાય છે. બેંકોક કરતા પણ કેટલીક જગ્યા તો વધારે સારી રહેલી છે. થાઇલેન્ડના સૌથી રોમેન્ટિક હનીમુન સ્થળ પૈકી એક તરીકે કોહ સમુદઇને ગણી શકાય છે.
જે પોતાની માઇન્ડ બ્લોઇંગ ફુલમુન પાર્ટી માટે ઓળખવામાં આવે છે. કોહ સમુદઇમાં સૌથી વધારે પ્રમાણમાં દરિયાઇ સપાટી પર પાર્ટીનુ આયોયન કરવામાં આવે છે. જે સમગ્ર રાત્રી ગાળા દરમિયાન ચાલતી રહે છે. અહીં તમે સમગ્ર રાત્રી ગાળા દરમિયાન પોતાના સાથી સાથે દરિયાના કિનારે ફેલાયેલી માટી પર સમય ગાળી શકો છો. અહીં ફરવા માટે બે દિવસ પુરતા હોય છે. અહીં તમે એક બૌદ્ધ મંદિરમાં દર્શન કરવા પહોંચી શકો છો. આંગ થોંગ નેશનલ મરીન પાર્કમાં મસ્તી કરી શકો છો. ફુકેટને થાઇલેન્ડના સૌથી રોમેન્ટિક હનીમુન સ્પોટ તરીકે ગણવામાં આવે છે. ક્રિસ્ટલની જેમ સાફ અને ચમકતા પાણીના સુન્દર દરિયાઇ કિનારા પર દુર દુર સુધી તાડના વૃક્ષો નજરે પડે છે. સાથે સાથે આકર્ષક કુદરતી ખુબસુરત નજરા હોય છે. એમ કહી શકાય છે કે અહીંની હવામાં જ રોમાંસ છે. ખાસ બાબત એ છે કે ફુકેટમાં રહેવાની બાબત ભારે પડતી નથી.
અહં તમે સરળતાથી બે ત્રણ દિવસનો સમય ગાળી શકો છો. અહીં તમે પોતાના સાથીની સાથે સ્પાની મજા માણી શકો છો. ફુકેટની નજીક સ્થિત ચાર આઇલેન્ડના ટ્રિપ પર જઇ શકાય છે. સ્કુબા ડાઇવિંગની મજા માણી શકાય છે. કેટલાક પ્રકારના શોનુ આયોજન કરવામાં આવી શકે છે. તેમની મજા માણી શકાય છે. ક્રાબી થાઇલેન્ડમાં હનીમુન મનાવવા માટે મજા પડી શકે છે. કારણ કે ક્રાબી ૧૩૦ નિર્જન અને શાંત દ્ધિપોના એક ગ્રુપ તરીકે છે. જ્યાં કુદરતના પ્રેમ જાવા મળે છે. ક્રાબી મનોહર કુદરતી ગુફાઓની તરફ આકર્ષિત કરે છે. દરિયાઇ કિનારા પણ તમામને પોતાની તરફ ખેંચે છે. ન્યુ મેરિડ કપલ માટે આનાથી આદર્શ સ્થળ કોઇ હોઇ શકે તેમ નથી. જા તમે દુનિયાની એવી પસંદગીની જગ્યાએ જવા માંગો છો જ્યાં સુર્યાસ્તનો નજારો સૌથી આકર્ષક હોય છે તો તે ક્રાબી છે. દરિયાઇ કિનારા પર કેન્ડલ લાઇટ ડિનર લેવાની બાબત તમામને આકર્ષિત કરે છે. નૌકામાં બેસીને યાત્રા કરવાની બાબત પણ તમામને આકર્ષિત કરી શકે છે. થાઇલેન્ડના ચિયાંગ માઇ એક એવા શહેર તરીકે છે. જેમાં માત્ર કુદરતી નજરા જાવા મળે છે.
થાઇલેન્ડમાં ફરવા માટે સૌથી શાનદાર જગ્યા પૈકી એક તરીકે તેને ગણી શકાય છે. આપના પાર્ટનરની સાથે દોઇ ઇંટન નેશનલ પાર્ક અને વિંયાંગ કુમ કામ જવાની બાબત પણ સારી રહેશે. કેટલાક જાણકાર લોકો એમ પણ કહે છે જા તમે હનીમુન બજેટ અનુસાર ઓછા ખર્ચ કરવા માટે ઇચ્છુક છો તો હુઆ હિન શહેર તમારા માટે બેસ્ટ જગ્યા હોઇ શકે છે. કેટલાક દરિયાઇ કિનારા, રિસોર્ટ તમામને આકર્ષિત કરે છે. હિન શહેર નાના બજેટમાં દરેક બાજુ મોજમસ્તી કરવાની તક આપે છે. હિન દરિયાઇ કિનારે લોકપ્રિય ગોલ્ફ રિસોર્ટ રહેલા છે. અહીં સરળતાથી બે ત્રણ દિવસ ગાળી શકાય છે. ગુજરાતી પ્રવાસીઓમાં પણ થાઇલેન્ડને લઇને હવે આકર્ષણ વધી રહ્યુ છે. થાઇલેન્ડમાં રહેવાની મજા અલગ છે તેમ ત્યાં જઇને આવેલા લોકો કહે છે. થાઇલેન્ડની વાત કરવામાં આવે તો ભારતીય હિન્દી ફિલ્મોનુ નિર્માણ પણ થાઇલેન્ડમાં મોટા પાયે થાય છે. સલમાન ખાન અને ગોવિન્દાની વિતેલા વર્ષોની સુપર હિટ ફિલ્મ પાર્ટનર ફિલ્મનુ શુટિંગ ફુકેટ ખાતે જ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પણ મોટા નિર્માતા નિર્દેશકો ફુકેટમાં અને અન્ય થા શહેરોમાં જ શુટિંગ કરવાને પ્રાથમિકતા આપે છે. વિતેલા વર્ષોમાં પણ થાઇલેન્ડમાં શુટિંગ થતા રહે છે. થાઇલેન્ડ જવા માટે ટુર ઓપરેટર્સ દ્વારા જુદા જુદા પેકેજ પણ આપવામાં આવે છે. જેના ભાગરૂપે તમામ સુવિધા ત્યાં પહોંચતાની સાથે જ મળી જાય છે. વેકેશનની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે વધારે પૈસા ખિસ્સામાં ધરાવનાર લોકો થાઇલેન્ડ જવા વિચારણા કરી શકે છે. કારણ કે અહીં ખુબસુરત મોલ, બીચ, રિસોર્ટ અને અન્ય તમામ મનોરંજન સુવિધા પોષાય તેવી કિંમતોમાં ઉપલબ્ધ બની રહી છે. રોમાન્સ માટે તો થાઇલેન્ડથી વધારે સારી જગ્યા કોઇ હોઇ શકે નહીં તેમ જાણકાર લોકો નક્કરપણે માને છે.