રાજકોટ: કપાસના પાકનું વાવેતર ધરવતા ખેડૂતોએ આગોતરું વાવેતર કરેલ ૨૫-૩૦ દિવસના કપાસમાં યુરીયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૨૦ કી.ગ્રા./હે. પુરતી ખાતર તરીકે આપવું તેમજ સતત ભેજવાળા અને વાદળછાયા હવામાનના કારણે કપાસમાં પાનનાં ટપકાના રોગનો ઉપદ્રવનાં થાય તે માટે મેન્કોઝેબ દવા ૪૦ ગ્રામ ૧ પમ્પમાં નાખીને વરાપે છંટકાવ કરવો.
ચુસીયા જીવાતના ઉપદ્રવનું સતત નિરીક્ષણ કરતા રહેવું. જરૂર જણાયે વધુ ઉપદ્રવ હોય તો ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૩ મીલી અને લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
જો વરસાદ વધુ ખેંચાશે તો મગફળી અને કપાસમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. જો વધુ ઉપદ્રવ જોવા મળે તો પ્રોફેનોફોસ ૫૦% અથવા ઈથીઓન ૫૦% ઇસી ૨૦ મીલી/૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સુરેન્દ્રનગર જીલ્લામાં બાકી રહી ગયેલ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયે તુવેર, દિવેલા, મગ, ચોળી, અડદ, તલ અને ઘાસચારાની જુવારનું વાવેતર કરવા ગ્રામીણકૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયાની યાદીમાં સુચન કરાયું છે.