ગુજરાતમાં વરસાદી માહોલ હજુ અકબંધ : સવારે નિઝરમાં બે ઇંચ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સવારમાં પણ વરસાદ જારી રહેતા કેટલીક જગ્યાએ લોકો સવારમાં અટવાયા હતા. દક્ષિણ-પશ્ચિમ મોનસુન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યુ છે ત્યારે તેની અસર દેખાઇ રહી છે. આજે સવારમાં તાપી જિલ્લાના નિઝરમાં કલાકોના ગાળામાં કલાકોના ગાળામાં જ બે ઇંચથી વધારે વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ રહ્યો છે. નિઝરમાં બે ઇંચથી વધારે વરસાદ  થઇ ગયો છે. જ્યારે સોનગઢ, કુકુરમુંડા ખાતે પણ વરસાદ થયો છે.ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ વરસાદ થયો છે.  હવામાન વિભાગ તરફથી મધ્યમથી હળવા ઝાપટા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં જારી રહેવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના દાહોલ, પંચમંહાલ, છોટા ઉદેપુર, મહિસાગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રાના ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. બંગાળનું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે-ચાર દિવસમાં સામાન્યથી મધ્યમ અને ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં તા.૨૫મી જૂનથી ચાર દિવસ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પૂરી શકયતા છે. તો, સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ મેઘરાજા તેમની મહેર ચાલુ રાખશે. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગત સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો.

વિધિવત રીતે ચોમાસુ શરૂ થયું છે ત્યારે આગામી ૪ દિવસ સુધી ગુજરાતમાં વિવિધ પંથકો અને વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. નૈઋત્યનું ચોમાસું ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.  ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં પણ તા.૨૫મીથી વરસાદનું ધમાકેદાર આગમન થશે અને સારો એવો વરસાદ શહેરમાં વરસશે તેવી આગાહી પણ કરાઇ છે. મોનસુનની લોકો અને સરકાર પણ ઉત્સુકતાથી રાહ જુએ છે. મોનસુની વરસાદ તમામ માટે ઉપયોગી છે. ખાસ કરીને ખેડુતો ઉત્સુકતાથી રાહ જાઇ રહ્યા છે.

પ્રી મોનસુની ઝાપટા જારી રહ્યા છે. દક્ષિણ અને પશ્ચિમ મોનસુનની સ્થિતી દેશના અન્ય ભાગોમાં પણ હવે ઝડપથી આગળ વધી રહી છે. મહારાષ્ટ્રમાં મોનસુનની એન્ટ્રી થયા બાદ સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ જાય છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હાલ વરસાદ થયો છે. મોનસુને દેશના અન્ય ભાગોને ઝડપથી કવર કરવા માટેની શરૂઆત કરી દીધી છે. આવી સ્થિતીમાં ગુજરાતમાં પણ મોનસુન હવે કલાકોના ગાળામાં પહોંચી શકે છે. ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે.

Share This Article