આજકાલ લગ્ન પણ એક ફેશન બની ગયા છે. પહેલા ઢોલ વગાડીને ખુશી વ્યક્ત કરાતી હતી. ત્યારબાદ બેન્ડવાજા આવ્યા અને પછી ડી.જે. જૂની વિધીઓ પણ અપડેટ થઇ ગઇ. લગ્ન એ હવે એક ફંક્શન થઇ ગયું છે. ત્યારે આજના જમાનામાં ડેસ્ટીનેશન વેડિંગ પણ કોમન થઇ ગયા છે.
હવે કપલ્સ લગ્નને યાદગાર બનાવવા માટે દરેક પ્રયત્ન કરતા હોય છે. તેના માટે હવે ડેસ્ટીનેશન વેડિંગ એક કૂલ ઓપ્શન છે. તો આવો જાણીએ ક્યા ડેસ્ટીનેશન યોગ્ય રહેશે તમારા ડેસ્ટીનેશન વેડિંગ માટે.
- રાજસ્થાન-જો તમારે રોયલ વેડિંગ કરવાની ઇચ્છા છે તો રાજસ્થાન પરફેક્ટ લોકેશન રહેશે. હવેલીથી લઇને રોયલ પેલેસ સુધી દરેક વસ્તુ તમને રેન્ટ પર મળી જશે. ઉદયપૂરમાં અને જયપૂરમાં તમને જોઇએ તેવા ડેસ્ટીનેશન મળી જશે. જોધપૂરમાં પણ તમે તમારી પસંદની જગ્યા મેળવી શકશો.
- આંદમાન-નિકોબાર ટાપુ- આ યુથનું પસંદગીનું સ્થળ છે. અહી સફેદ રેતથી ભરેલા બીચ અને તેની આસપાસ પ્રાઇવેટ રિસોર્ટ ડેસ્ટીનેશન વેડિંગ માટે યોગ્ય ગણાય છે. અહી લીલોતરી ખુબ છે જેનાથી પ્રાકૃતિક લોકેશનની વચ્ચે લગ્ન બંધનમાં બંધાવા માટે યુવાનો થનગનતા હોય છે.
- ગોવા- ગોવામાં સૌથી વધારે ડેસ્ટીનેશન વેડિંગ થતા હોય છે. યંગસ્ટર્સને ગોવા સૌથી વધારે ગમે છે. ગોવામાં બીચ વેડિંગ, ગાર્ડન વેડિંગ કે સનસેટ વેડિંગના ઓપ્શન પણ હોય છે. અહી ત્યાના પરંપરાગત ડાન્સ દ્વારા મનોરંજન પણ તઇ જાય છે.
- કેરળ- કેરળને સુંદર શહેર માનવામાં આવે છે. અહી ઘણા બધા બીચ અને રિસોર્ટ છે. જ્યાં પ્રકૃતિની સુંદરતામાં વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા રિસોર્ટ તો વેડિંગ પ્લાનરની સુવિધા પણ આપે છે. કેરળમાં વેડિંગ માટે થીમ પણ બનાવવામાં આવી છે, જેમકે એલિફન્ટ થીમ વેડિંગ જેમાં વરરાજા હાથી પર આવે છે.
- લવાસા- પુણે પાસે આવેલુ લવાસા એક હિલ સ્ટેશન છે. જેને ઇટલીની જેમ વિકસીત કરવામાં આવ્યું છે.અહી ઝરણા, પહાડ જેવા ઘણા આકર્ષક નજારા છે. શહેરની ભીડ ભાડથી દુર શાંત જગ્યા લોકો ડેસ્ટીનેશન વેડિંગ માટે પસંદ કરે છે.
- હવે આટલા ડેસ્ટીનેશનમાં તમારી પસંદગીનું જે પણ ડેસ્ટીનેશન હોય ત્યાં તમે ડેસ્ટીનેશન વેડિંગ કરી શકો છો.