૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રજુ થશે એક પાથબ્રેકિંગ અને પારિવારીક ગુજરાતી ફિલ્મ “કર્મ”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઘણા સમય પછી ગુજરાતી અર્બન સિનેમા માં એક નવા કોન્સેપ્ટ સાથે ની ફિલ્મ આવી રહી છે જેમાં ઘણા નામાંકીત કલાકારો જેમકે હેલારો ફિલ્મના બ્રિન્દા ત્રિવેદી, રેવા ફિલ્મના ચેતન ધાનાણી અને ઓક્સિજન ફિલ્મના અંશુલ ત્રિવેદીની સાથે પરેશ ભટ્ટ,પ્રશાંત બારોટ, મુરલી પટેલ, માનીન ત્રિવેદી અને હર્ષા ભાવસાર જેવા કલાકારોએ ખરેખર અદભુત પ્રદર્શન થી “કર્મ” ફિલ્મને આખરી ઓપ આપ્યો છે.

આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જે પુરા પરિવાર સાથે બેસી અને જોઈ શકાય તેવી ફિલ્મ છે પરંતુ અત્યારે ગુજરાતી અર્બન મુવીના કોન્સેપ્ટમાં એક નવા જ પ્રકારનું આ ફિલ્મ ચિન્મય પુરોહિત,નીરજ નાયક અને સૂબુ ઐયર દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં પતિ પત્નીના સંબંધો, મા દીકરાના સંબંધો, બાપ દીકરીના સંબંધો અને બે મિત્રો વચ્ચેના સંબંધોને ખૂબ જીનવટ પૂર્વક દર્શાવવામાં આવેલ છે.


આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ,કલકત્તા,દિલ્હી, વડોદરા જેવા શહેરોમાં કરવામાં આવેલું છે અને આ ફિલ્મ ખરેખર ગુજરાતી અર્બન સિનેમાને ગૌરવ અપાવશે તેવી પણ ઘણા લોકો ને આશા છે.

Share This Article