દેશમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પ્રત્યે જુદી જુદી રીતે પ્રેમ અને સન્માન પ્રગટ કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને જુદા જુદા પ્રકારની ભેંટ આપે છે. સ્કુલોમાં શિક્ષકો માટે જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. એકબાજુ ભારતમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ મનાવવામા આવે છે. જ્યારે દુનિયાના દેશોમાં પાંચમી ઓક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉપરાંત દુનિયાના દેશોમાં જુદી જુદી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે કેટલાક દેશોમાં રજા પણ રહે છે. અમેરિકામાં મેના પ્રથમ પૂર્ણ સપ્તાહના મંગળવારના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે થાઇલેન્ડમાં દર વર્ષે ૧૬મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. એક વખતે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેમને કહ્યુ હહતુ કે તેઓ તેમના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે ઇચ્છુક છે. ત્યારે તેઓએ જવાબમાં કહ્યુ હતુ કે તેમના જન્મદિવસને અલગ અલગ રીતે મનાવવાના બદલે જો શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવશે તો તેમને ગર્વ થશે. શિક્ષક દિવસ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે સ્કુલોમાં વિદ્યાર્થીઓ શિક્ષકો માટે કેટલાક પ્રકારના રંગારંગ કાર્યક્રમોનુ આયોજન કરે છે. કોઇ વિદ્યાર્થી પોતાના શિક્ષકોને ફુલ આપે છે. તો કોઇ વિદ્યાર્થી પેન, આપે છે. પોતાના શિક્ષકોને જુદી જુદી ભેંટ આપે છે. આ દિવસે શિક્ષકોને માન સન્માન આપીને તેમના કામની પ્રશંસા કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય સ્તર પર શિક્ષક દિવસે શિક્ષકોને તેમના કાર્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે.
આ પુરસ્કાર દર વર્ષે દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. તમામના જીવનમાં કેટલીક વખત એવા વળાંક આવે છે જેના કારણે અમને નવી દિશા મળી જાય છે. અમે જીવન જીવવા માટેના સાચા હેતુને સમજી શકીએ છીએ. જે અક્ષર જ્ઞાન આપે શિક્ષક માત્ર તે જ નથી. જીવનમાં જે પણ યોગ્ય માર્ગદર્શન કરીને ભવ સાગર પાર કરાવી જાય તે જ સાચા શિક્ષક તરીકે છે. આ કોઇ પણ હોઇ શકે છે. નાના મોટા, અમીર ગરીબ, શિક્ષિત અને નિરક્ષર એમ કોઇ પણ હોઇ શકે છે. કોઇ ઘટના અથવા તો અનુભવ પણ આપના શિક્ષક તરીકે બની શકે છે. ગુરૂદેવના નામથી દેશ વિદેશમાં લોકપ્રિય કવિ, સાહિત્યકાર અને નાટકકાર રવિન્દ્રનાથ ટાગોરે લખ્યુ હતુ કે તેમને કોઇ સમય તેમના શિક્ષક અભ્યાસ પર ધ્યાન ન આપનાર વિદ્યાર્થી તરીકે ઓળખતા હતા. તેઓએ કાનુનમાં અભ્યાસ પણ અધવચ્ચે છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. જો કે પરંપરાગત અભ્યાસ પૂર્ણ ન કરવાની અસર તેમની લાઇફ પર ક્યારેય થઇ ન હતી.
તેઓ એકમાત્ર એવા કવિ તરીકે રહ્યા છે જેમની બે રચના બે દેશો માટે રાષ્ટ્રગીત તરીકે સાબિત થઇ છે. ભારતના રાષ્ટ્રગીત જન ગણ મન અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત આમાર સોનાર બાંગ્લાનો સમાવેશ થાય છે. તેમની રચના ગીતાંજલિ માટે તેમને વર્ષ ૧૯૧૦માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કહેવાનો અર્થ એ છે કે વિશ્વમાં એવા લોકો પણ છે જા કોઇને કોઇ કારણસર અભ્યાસ કરી શક્યા નથી પરંતુ કોઇ ગુરૂ દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગના કારણે તેઓ પોતે માર્ગદર્શક બની ગયા હતા. જે વ્યક્તિને યોગ્ય માર્ગ દર્શાવે તે જ સાંચા ગુરૂ તરીકે છે. માર્ટિન લુથછર કિંગ જુનિયરે અમેરિકી લેખક, ગાયક અને અભિનેત્રી માયા એન્જેલોને માર્ગદર્શન આપ્યુ હતુ. માયાને કિંગે આત્મકથા લખવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ માયા ક્યારેય પાછી વળીને જાઇ ન હતી. તેમને એક પછી એક મોટી સિદ્ધીઓ હાંસલ કરી હતી. સાંચા શિક્ષક ગાઇડ તરીકે નહીં બલ્કે એક દોસ્ત તરીકે પેશ થાય તે જરૂરી છે.